"પાંખ પર ડાઘ"

cherintan_6

“પાંખ પર ડાઘ” (ભાગ-૬)

ખરેખર તેના જેવી આંખો મેં કોઈની નથી જોઈ…

યાદો માં ખોવાયેલા વ્રજનાં મુખમાંથી આ શબ્દો સરી પડ્યા હતા, પણ રાતના એકાંતમાં તેને સાંભળનાર કોઈ ન હતું, હજુ રાતના ૨-૦૦ વાગ્યા ના ટકોરા હમણાંજ ૧૫ મિનિટ પહેલા વગ્યા હતાં, પણ તે વ્રજને સંભળાયા ન હતા. તેને પોતાના ખીસામાંથી નાની ટોર્ચ કાઢી અને ઘડિયાળ ઉપર પ્રકાશ ફેકીને સમય જોયો, હજુ પણ તેને ઉંઘ નતી આવતી, રાત ઘણી થઈ ગઈ હતી અને સવારે ફરી પાછા ઘરે પણ જવાનું હતું છતા પણ વ્રજ આજે પોતાની યાદોમાં કાંઈ શોધી રહ્યો હતો…

શુક્રવારનો દિવસ હતો એટલે કે ૧૪મી ફેબ્રુઆરી “વેલેન્ટાઈન ડે” નો દિવસ હતો, તે દિવસ કોલેજ લાલ, પીળા, સફેદ, ગુલાબી, કેસરી, કાળા અને નવા આવેલા લીલા રંગના ગુલાબથી મહેકી ઉઠી હતી, અને એક એક ગુલાબના અલગ અલગ અર્થ નીકળતા હતા, દરેક ગુલાબ આજે પ્રેમ, મિત્રતા, શાંતી અને દુશ્મનીનું પ્રતિક બની ગયુ હતું, એ દિવસે કોલેજમાં ૮૫% હાજરી બોલાતી હતી, જે નોર્મલ દિવસોમાં માત્ર ૧૫% જેટલી હોય છે, અમે બધા પણ “વેલેન્ટાઈન ડે” ની ઉજવણી કરતાં પણ કંઈ જુદીજ રીતે, અમે સૌ મિત્રો એક બીજાને વિશ કરતા અને બાદમાં કોઈ સારી હોટેલમાં જઈને “લન્ચ” લેતા હતાં, આં વખતે પણ એવુજ નક્કી કરાયેલુ હતું, સવારે અમે પ્રથમ તો અમારે રાબેતા મુજબ “એકાઊન્ટન્ટ” ના મેડમનો લેકચર ભરવાનો હતો ત્યાર બાદના બે લેકચરમાં રાબેતા મુજબ બંક મારવાનો હતો, થોડા ગપ્પા મારવાના હતા અને થોડા નાટકો અને વેવલાવેળા જોવાના હતા, ત્યારબાદ નો “પ્રોગ્રામ” મળ્યા બાદ નક્કી કરવાનો હતો, આમતો અમે કોઈ પણ વિષયના લેકચર ભણતા ન હતા પણ “એકાઊન્ટન્ટ” વિષયમાં મેડમે ગણાવેલા દાખલા કોઈકવાર પુરેપુરા મળી રહેતા હતા, તેથી તેમના લેકચર ભરવા પડતા હતા, અમે દર વર્ષે એકબીજાને ગુલાબ આપતા, એક વ્રજને છોડીને બધા ગુલાબની આપ લે કરતા હતા પણ વ્રજ તેને ખોટા ખર્ચા કહેતો, તે કોઈનું ફૂલ લેતો પણ નહી અને કોઈને આપતો પણ નહી, આજે અમે બધા રજાના મુળમાં કોલેજ ગયા હતા પણ વ્રજને આ બધુ ન ગમતું હોવાથી તે “એકાઊન્ટન્ટ” ના લેકચર ભરવા ક્લાસમા ગયો જ્યાં પહેલાથીજ તેના જેવા કીતાબી કીડા હાજર હતાં, ક્યારેક ક્યારેક તો વ્રજ એકલોજ તે મેડમના લેકચર ભરતો હતો અને અમે તેની “બુક” નો ઉપયોગ કરી લેતા હતા, દર રોજ ખીચોખીચ ભરેલો તે ક્લાસ આજે ૧૦ વિદ્યાર્થી થી ભરેલો હતો, તેના ગયા પછી એક કલાક સુધી અમારે બહાર તેની રાહ જોવાની હતી, અમે અડધો કલાક તો “મેન બીલ્ડીંગ” ની આમે આવેલી પાર્કીંગ મા રાહ જોઈ પણ પછી અમને કંટાળો આવતા અમે “મેન બીલ્ડીંગ” ની પાછડ આવેલી કેંન્ટીન માં બેઠા હતા. આમતો તે દિવસે દરેક જગ્યાએ “લવર પોઈન્ટ” જેવા દ્રશ્યો જોવા મળતાજ હતા, અમે બધાએ ત્યાંજ બેસીને ચા, કોફી પીધી અને લેકચર પુરા થવાની બેલ વાગવાની સાથેજ અમે “મેન બીલ્ડીંગ” ની આગળના ભાગમાં આવ્યા હતા અને વ્રજ પણ “મેન બીલ્ડીંગ” ના પહેલા માળ ઉપરથી નીચે આવતો હતો, અમે બધા “મેન બીલ્ડીંગ” ની આગળ મળી ગયા.

– શું ભણાવ્યું મેડમે, ચેરીએ વ્રજને પુછ્યું,
– અહીં ભણવા આવેજ છે કોણ!!!
– કેમ તારા રૂમમાં ૮-૧૦ છોકરાઓ તો મે જોયા હતા…
– એ તો મેડમ ને રીક્વેશ્ટ કરવા માટે આવ્યા હતા કે આજે લેકચર ન લે.
– તો શું મેડમે………….
– ના ના ભણાવ્યું તો ખરુજ ને,
– તો પછી,
– માત્ર બેજ દાખલા ભણાવ્યા હતા ત્યાંજ……..
– શું થયું,
– સ્ટ્રાઈક
– એટલે કે કાલથી નહી આવવાનું, કીન્નીએ પુછયું,
– અરે ડોબું આજ પુરતીજ સ્ટ્રાઈક છે, તમારો પેલો “વેલેન્ટાઈન ડે” મારા બે દાખલા ખાઈ ગયો…….
– “ઇટશ ઓકે વી.વી.” ચાલ આપણે ક્યાં જવાનુ છે તે નક્કી કરી લઈએ,
– એટલે તમે હજુ નક્કી નથી કર્યું,
– ના, અમે તો “મોનીકા ગેલીક્ષી” નક્કી કર્યું છે,
– ઓહ નો, નોટ અગેન,
– તો પછી તુંજ નક્કી કર,
– કારેલીબાગ, વ્રજે કહ્યું,
– ક્યાં “મેન્ટલ હોસ્પીટલ” માં, પવને મજાક કરી,
– તું ત્યાં જજે અને અમે “ગ્રીન ચીલી” માં વ્રજે તેને જવાબ આપ્યો…
– ઓકે, હવે આપણે ત્યાંજ જઈશું, ચેરીએ કહ્યું
– શું ઓકે, બધાને પુછતો ખરી,
– બધા તૈયાર છેજ, ચાલ આપણે બાઈક આગળ જઈને બેસીએ,
– હાં ચલો ક્યારનો ઉભો ઉભો એ ભાષણ થી કંટાળેલો ચિરાગ ઉતાવળથી બોલી ઉઠ્યો,

અમે આઠે અમારા બાઈક જ્યાં મુક્યા હતા ત્યાં આવીને ઉભા રહ્યાં, દર્શનની નજર વ્રજની બાઈક ઉપર પડી અને તેણે અમારા દરેકનું ધ્યાન તે તરફ દોર્યું,

– એક સાથે બે બે ગુલાબ, બઢીયા હૈ, દર્શને કહ્યું,
– ક્યાં છે કિન્નરીએ પુછ્યું, મને પણ બતાવ અર્પીતાએ કહ્યું, તે સાથેજ અમે વ્રજની બાઈકને ઘેરાઈને ઉભા રહ્યા, અમે બધા એક બીજાને જોઈ રહ્યા હતા.

– આ કોણે મુક્યાં, મે કેટલી વખત કહ્યું છે કે ખોટા ખર્ચા કરવા નહી, તમારે જે કરવું હોય તે કરો પણ મને તો આવી વાતથી અલગ રાખો ભાઈ.
– કેમ તને “ફીલીંગ” નથી, ચેરીએ પુછ્યું,
– મને ખબર હતી કે આ તારીજ કરસ્તાની હશે.
– આ તો મને વળગે છે લે, કરે કોઈ અને ભરે કોઈ,
– શું આ ગુલાબ તે નથી મુક્યું, વ્રજે ચેરીને પુછ્યું,
– હું શું કામ મુકું, તુ મને તો ઓળખેજ છે ને, તને લાગે છે કે હું મુકુ આ ગુલાબ?
– તો પછી કોણે મુક્યા હશે,
– ગુલાબનેજ પુછી લે ને ભાઈ, પવને મલકાતા કહી દીધું,
– શું?
– કે ભાઈ તને કોણ અહીં મુકી ગયું છે,
– ફૂલ તો કાઈ બોલતું હશે?
– કેમ નહી, દર્શને બધાનું ધ્યાન પોતાની તરફ દોર્યું, આ ફુંલ એવા છે કે જે બોલશે કે તેમને કોણ અહી મુકી ગયું છે અને કોના માટે પણ……
– હા, કદાચ એ ચેરી માટે પણ હોઈ શકે, અપી બોલી,
– એક મિનિટ, એક મિનિટ દર્શને સફેદ ગુલાબ નીચેથી સફેદ કવર અને પીળા ગુલાબ નીચેથી પીળું કવર ધીમેથી ખેચી અને તેમાંથી કાગળ કાઢીને વાંચવા માંડ્યું,

સફેદ કવર ના કાગળ માં લખેલું હતું, “સોરી” અને પીળા કવર ના કાગળમાં લખેલું હતું “હું તમારી મિત્ર બનવાં માંગું છું”, કોઈ તમને પુછે કે તું મારો મિત્ર બનીશ અને કોઈ પુછે કે હું તમારો મિત્ર બનવા ચાહું છું બંન્નેમાં ફરકતો છેજ ને!!!!

“આઈ એમ ઈમ્પ્રેશ્ડ” ચેરીએ કાગળના લખાણને સાંભળીને સૌથી પહેલા જવાબ આપ્યો, બધાની આંખો એક બીજા તરફ મંડાયેલી હતી, કોઈ કશુંજ બોલતુ ન હતું, કોઈને કાઈ સમજાતું ન હતું, ત્યાં વ્રજે ફરીથી બધા સાંભળે તેમ કહ્યું,

– જો આ એક મજાક છે તો તે ખુબજ ખરબ મજાક છે…..
– કેમ તે ચેરી માટે પણ હોઈ શકે ને, કીન્ની બોલી,
– ના, હવે પવનથી ના રહેવાયુ, તે અશક્ય છે, આખી કોલેજ તેને મારી મંગેતર અને વ્રજની મિત્ર તરીકે જાણેજ છે, તેથી આવી ભુલ કોઈ ન કરે,
– ઓકે, જે હશે તે સામે તો આવશેજ, અને તે પણ આજેજ, ચિરાગે આખો પટપટાવતા કહ્યું,
– અમે બધા અજીબ વિમાસણમાં પડ્યાં હતા, આવું અમારી સાથે કરવાની હિંમતજ કોણ કરી શકે, “તે અશક્ય છે”

તમે વાતો કરો તો સારુ લાગે,
આ દુરનું આકશ મારું લાગે,
વ્રુક્ષોને પંખી બે વાતો કરે છે,
ત્યારે ખીલે છે લીલેરો રંગ,
ભમરાના ગુંજનથી જાગી ઉઠે છે,
ફૂલોની સુતી સુગંધ,
તમે મુંગા તો ઝરણું પણ ખારું લાગે……

બાજુમાજ એક છોકરીના અવાજમાં આ કવિતા સંભળાતી હતી, તેની સાથેજ વ્રજની આંખોમાં આશ્ચર્ય સાથેજ તેજ જોવા મળ્યું હતું, તેણે તેના હાથમાં રહેલા ગુલાબને જમીન પર ફેકીને તે અવાજ તરફ ઉતાવળે પગલે ભાગ્યો, ઉતાવળમાં ને ઉતાવળમાં તેનો જમણો પગ પીળા રંગના ગુલાબના માથે પડ્યો.
– ઓ મેડમ કોઈની ડાયરી જાહેરમાં વાંચવી એ સારી વાત નથી, વ્રજે આક્રોશ થી કહ્યું,
– અને કોઈએ આપેલું ફૂલને પગની નીચે કચળવા એ પણ સારી વાત નથી, પેલી છોકરી મક્કમતાથી બોલી,
– એ છોકરીની પીઠ પાછળ ઉભેલો વ્રજ, તે છોકરી પાછળ ફરીને જુએ તેવું ઈચ્છતો હતો, તેવી જ રીતે તે છોકરી પોતાના મુખડા ને જેમ બને તેમ પોતાની ઝુલ્ફોમાં ઢાંકી દેતી હતી,
– કોણ છે તું? તને આ બુક ક્યાંથી મળી?
– ગરદન ને જરાક ઝાટકો આપીને જમણી બાજુ જરા નીચે નમીને તે છોકરીએ પાછળ જોયું, અને સૌ પ્રથમ તો ૧૦ ફુટ દુર પગથી કચડાયેલું ફૂલ લેવા માટે આગળ વધી અને ફૂલ સાચવીને બુકમાં મુકી દીધું, વ્રજ તો તેને જોતોજ રહ્યો, કોરા ફરકતા ભુરા રંગના વાળ, ભુરી આંખો ઉપર “ઓફ વાઈટ ગોગલ્સ”, લાંબી પાપણો અને ગળામાં પહેરેલી સોનાની ચેઈનમાં “એમ” અક્ષરનું હીરા જડીટ લોકેટ તેના શરીરને વધુ આકર્ષિત બનાવતા હતા,

– આ તો પેલીજ ફટાકડી, પવન જોરથી બોલ્યો…..

ગુલાબી પ્રીન્ટેડ સ્કર્ટ અને ટાઈટ સફેદ ટી-શર્ટમાં તે કોઈ ફિલ્મી હિરોઈન લાગતી હતી,

– તો આ ફૂલ તમે મુક્યાં હતાં, વ્રજ તેની સામે જોઈને તેને પુછી લીધું,
– ના તે મે મુક્યું હતું, મારું નામ નુપુર છે, નુપુર જોષી, મારા મિત્રો મને પ્રેમથી “નું” કહીને બોલાવે છે અને આ લે તરી બુક…..
– એક મિનિટ, તું “નું” હોય કે “પું” મને કશો ફરક પડતો નથી, મારે તો….
– શું? નુપુરે વ્રજને પુછ્યું,
– મને પહેલા એ કહે કે તને મારી ડાયરી મળી ક્યાંથી, છેલ્લા ૨૦ દિવસથી……. “ઓહ યશ યશ” તુજ લઈ ગઈ હતીને મારી ડાયરી? ૨૬મી એ……
– યાદ શક્તિ તો સારી છે, તો મગજમાં કોઈ ફોલ્ટ?????
– એટલે તું કહેવા શું માંગે છે?
– માનવી તું કહેતી હતી તે સાચુંજ હતું કે આને બુક પાછી આપવીજ નથી, આ તો ધરમ કરતા ઢાળ પડે,
– અરે હું ક્યાં એવું બોલી હતી, પેલી છોકરી બોલી,
– ઓય છોકરી મારી બુક મને પાછી જોઈયેજ છે,
– નહી મળે,
– એટલે?
– એટલે એમ કે તમને તમારી બુક નહી મળે,
– કેમ?
– કારણકે નુપુર આગળ બોલતી હતી ત્યાં પેલી બીજી છોકરી કે જેનું નામ માનવી હતી એ બોલી
– આ લ્યો તમારી બુક!!!
– ઓહ કોઈ પેઈજ ફાળ્યા તો નથીને?
– તે કેમ તેને આ બુક આપી દીધી? તેણે તને કેટલું બધુ સંભળાવ્યું? તે મુકેલા ફૂલ જમીન ઉપર નાંખી દિધા અને તને આભાર કહેવાને બદલે પાછો પુછે છે કે પેઈજ ફાળ્યા તો નથીને?
– “નું” બસ કર
– એક તો એની બુક સાચવીને આપી, વગર વાકે સોરી કહેવું અને પછી ગાળો પણ ખાવી,
– “નું” બસ્
– શું બસ્ આ લોકો આપણને નવા જોઈને દબાવી દેવા માંગે છે, તને શું ખબર એ લોકો પછી રેગીંગ કરતા પણ ખચકાશે નહીં.
– શું, શું કહ્યું તે, અમે તમરૂ રેગીંગ કરીશું?
– નહી તો શું, અમારી આરતી ઉતારશો?
– ઓકે, ઓકે, બોઠ ઓફ યું, બંન્ને મહેરબાની કરીને તમારું મોઢું બંધ રાખશો? ક્યારના દુર ઉભા રહીને જોઈ રહેલા પવને નુપુર અને વ્રજની વચ્ચે પડતા કહ્યું, જ્યારે વ્રજ કોઈની સાથે વાત કરતો હોય તો અમારા માથી ભગ્યેજ ત્યાં જઈને વચ્ચે પડતો હતો, પણ આજની સ્થિતિમાં બે બિલાડાની જેમ ઝગડતા વ્રજ અને નુપુરને શાંત કરવા પવને વચ્ચે પડવુંજ પડ્યું હતું,

– આ નવો કોઈ તેનો મિત્ર આવ્યો, હવે તે ચલાવશે,
– ઓય છોકરી ચુપ કર.
– તમે લોકો…. તે હજુ આગળ બોલતીજ હતી તેન પહેલા પવને જોરથી ચીસ પડી “ચું…….પ”
– નુપુરની સાથે સાથે આસપાસ ઉભેલા પણ ચુપ થઈ ગયાં
– ઓ વાઈટ ટી-શર્ટ અહી આવ.
– શું છે?
– આ છે વ્રજ, વ્રજ વિદ્યાર્થી અને “એચ.એસ.સી.” માં ૫મો નંબર ૮૯.૩૩% થી મેળવ્યાછે અને વડોદરા માં પહેલો.
– હું કાઈ બોલું? નુપુરે પરવાનગી માંગી,
– ફુટ, પવન રમુજી અદાથી બોલ્યો.
– આ છે માનવી, માનવી વનમાળી અને “એચ.એસ.સી.” માં ૫મો નંબર ૮૯.૩૩% થી મેળવ્યાછે અને અમદાવાડ માં પહેલો.
– હાઈ, વ્રજે માનવી સામે હાથ લંબાવ્યો અને દર્શનના ખીસ્સામાં રહેલા ફૂલોમાંથી એક સફેદ રંગનું ફૂલ કાઢીને માનવી સામે ધર્યું, “સોરી મિસ…”
– “માનવી વેલજીભાઈ વનમાળી” માનવીએ હાથ લાંબો કરીને તે ફૂલ લઈ લીધું અને બધ મિત્રોએ તેમને તાળીઓથી વધાવી લીધા.
– મને મારી આંખો પર વિશ્વાસ નથી આવતો, પવન બોલ્યો,
– કેમ, ચેરીએ પુછ્યું,
– નહેરું અને લક્ષ્મીબાઈ સાથે “વેલેન્ટાઈન ડે” મનાવે છે,
– તે સાથેજ દરેક ખડખડાટ હસી પડ્યાં અને વ્રજ અને માનવી એકમેકની સામે જોઈને નીચું નમી ગયા, વ્રજે નુપુરને પણ હાથ મિલાવીને પીળા રંગના બે ગુલાબ આપ્યા, કહેવાની જરૂર નથી કે તેમાથી એક ફૂલ માનવી માટે હતું.


(ક્રમશ)

“ચિંતન ટેલર”
૨૨/૫/૨૦૧૧

cherintan

Advertisements

cherintan_5

“પાંખ પર ડાઘ” (ભાગ-૫)


નયનને બંધ રખીને
મે જ્યારે તમને જોયા છે,
તમે છો તેના કરતા પણ
વધારે તમને જોયા છે.

સોમવારની રાતના ૧૧-૦૦ વાગ્યે કાર્યક્રમ પતવાની સાથેજ ચેરી અને વ્રજ પોતાનો સામાન પેક કરી દીધો, છેલ્લા ચાર દિવસ ઘરની બહાર રહીને ઘરે જવાનુ હતું, આવુ કંઈ બન્ને માટે પહેલી વારનું ન હતું પણ આ વખતે મન કઈ ઘરે જવા માટે ઊતાવળું થઈ રહ્યું હતું અને ચેરી કરતા પણ વધુ ઊતાવળતો હતી વ્રજને છેલ્લા ચાર દિવસથી તેને પોતાનું ધર સાંભરી રહ્યું હતું, રાતના જ્યારે તે આરામ ખુરશીમાં બેઠો હતો ત્યારે તેને જુની યાદો તાઝા થવા લાગી, ગઈ કાલેજ લાઈટ આવી હોવાથી આજુબાજુના વિસ્તારમાં ઝાંખુ અજવાળુ હતું અને તેના રૂમમાં પણ ચાંદ ની ચાંદરણી ના જેટલો પ્રકાશ ફેલાવે તેવો “નાઈટ બલ્બ” ચાલતો હતોજ ત્યાંજ તેને લગભગ ત્રણ ચાર વર્ષ પહેલા ૨૬ જાન્યુઆરીએ આવેલા ભુકંપનો દિવસ યાદ આવ્યો, એ ભુકંપે વ્રજના જીવનમાં પણ ભુકંપ લાવી દીધો હતો, ૨૬ જાન્યુઆરી, રવિવાર, રજાનો દિવસ હોવા છતા “કોમર્શ ફેકલ્ટી” માં નાટક નો પ્રોગ્રામ હોવાથી નાટકમાં ભાગ લેવા માટે પસંદ થયેલા તેમજ પસંદ ના થયેલા થોડા ઘણા વિધ્યાર્થીઓ હાજર રહ્યા હતાં, તારીખ ૩૦ જાન્યુઆરીએ ગાંધી નિર્વાણ દીન હોવાને લીધે “કોમર્શ ફેકલ્ટી” મા તૈયારી ચાલી રહી હતી અને નાટકનું નામ હતું “આઝાદી”, લગભગ દરેક પાત્ર માટે વિધ્યાર્થીની પસંદગી કરી લેવાઈ હતી પણ બે ત્રણ પાત્ર માટે કોઈ મળતું ન હતું, આખા રૂમમાં ૫૦ થી ૧૦૦ જેટલા વિધ્યાર્થીઓ હાજર હતા, રૂમમાં પહેલા બેંચ ઉપર ચરિતા અને કિન્નરી બેઠા હતા, બીજા ઉપર દર્શન અને ચિરાગ, ત્રીજી બેંચ ઉપર અર્પિતા અને અમારી બેગ મુકી હતી અને ચોથી બેંચ ઉપર પવન અને વ્રજ, સવારના લગભગ ૮-૦૦ વાગ્યા હતા અને અમારા માનનીય પ્રોફેસર અમને નાટક વિશે સુચના આપી રહ્યા હતા અને તેના ડાયલોગ બોલાવી રહ્યા હતા, પવન પણ આમતો નાટકમાં ભાગ લેવાનો હતો પરંતુ તેને ભગતસિંહનો રોલ આપેલો હોવાથી તેના ભાગમાં બે ત્રણ વન્દેમાતરમ ના ડાયલોગ સિવાય કોઈ ડાયલોગ આવવાનાજ ન હતા, “આઝાદી” નાટકમાં અમે દરેક બનાવને કે જે આઝાદી મેળવવા મદદરૂપ બન્યા હતા તેને વણી લીધા હતા, ચિરાગને ગાંધીજીનું પાત્ર આપેલ હોવાથી તેણે બેસવું પડે તે સ્વાભાવિક હતું, કારણકે નાટકનો પ્રથમ સીન ગાંધીજીને “સાઉથ આફ્રીકા” માં ટ્રેનમાંથી ફેકી દેવામાં આવ્યા હતા તે હતો અને અંતીમ સીન ગાંધીજીના પરલોક વાસી થવાનો હતો, વ્રજને જવાહરલાલ નહેરું નું પાત્ર મળ્યું હતું અને તેને સ્ટેજ પર જીવંત કરવા તે અથાગ મહેનત કરતો હતો, લગભગ ૮-૧૫ વાગ્યા સુધીમાં પવનના ડાયલોગ પુરા થવાથી તે સરની પરમિશનથી બહાર ગયો હતો, તેને પાછા ફરતા થોડીક વાર લાગી હતી, એટલામાંજ રૂમના મુખ્ય દ્વાર ઉપરથી એક સુંદર છોકરીએ પ્રવેશ કર્યો, મોટા ભાગે દરેક છોકરાની નજર તેની સામેજ ચોટેલી હતી, પાછળથી કોઈએ સીટી મારીને કોમેંટ પણ કરી હતી, અને હાસ્યની લહેર પણ વહી હતી, હમણા તો દરેક છોકરો કે જે એકલો બેંચ ઉપર બેઠો હોય તે એવુજ વિચારતો હતોકે કાશ આ છોકરી મારી બાજુમાં આવીને બેસે, તેનું પુરુ શબ્દચિત્ર કંઈક આવું હતું…..

દુધ ભરેલા કટોરામાં જણે કંકુથી ચાંદલો કર્યો હોય તેવુ તેનું મુખ, આંખો જાણે કમળની પાંખળી, હોઠ જાણે શરાબની પ્યાલી, દાળમની કળી જેવાતેના દાત, આંખોની કીકી નો રંગ સહેજ ભુરા રંગનો હતો, અને તેનું આખુ શરીર મેનકા, રતી કે પછી રંભાને પણ શરમાવે તેવુ હતું, કોઈને પણ “ડીશ્ટર્બ” કરવા વગર અને કોઈ પણ જાતનો અવાજ કરવા વગર તેને જ્યાં પહેલી ખાલી જગ્યા વ્રજની બાજુમાં દેખાઈ ત્યાં જઈને બેસી ગઈ, જેવી તે બેઠી ત્યાંજ પાછળ થી ઠંડી ઠંડી આહો નીકળવા લાગી, વ્રજને તો થોડીવાર એવુજ લાગ્યું હતું કે પવન તેની બાજુમાં બેઠો હતો પણ જેવી તેણે પોતાના ડાયલોગની ફાઈલ માથી માથુ ઉપર ઉઠાવ્યું અને બાજુમાં જોયું તો જોતોજ રહી ગયો, સફેદ દુધ જેવા રંગના ડ્રેશમાં કોઈ પરી તેની બાજુમાં આવી બેસી હોય તેવુ તેને લાગ્યું, વ્રજ તેને કઈ કહેવા જાય તે પહેલાજ પેલી છોકરીએ તેને પુછ્યું હતું કે હું અહીયા બેસુ તો તેમને કોઈ વાંધો નથીને, “ના” એટલા શબ્દો વ્રજના મોં માથી ક્યારે નીકળી ગયા તેનું તો આજે પણ તેને વિચાર આવે છે, તેના આ જવાબ માટે પેલી પરીએ સ્મિત આપ્યું, “ઓહ માય ગોડ” એ હસતી તો ડાબા ગાલમાં સુંદર ખંજન પડતું હતું અને જાણે તેની આંખોમાં બીજાને જકડી લેવાનો કોઈ જાદુ હોય તેવુ વ્રજને લાગ્યું.

અત્યાર સુધીમાં લગભગ ૮-૪૫ વાગી ચુકેલા હતા, અને દરેકે પોતાના ડાયલોગ યાદ કરી લીધા હતાં, એક વાર વળી તેનું “રીહર્સલ” પણ થઈ ચુકેલુ હતું, સ્ટેજ પરથી એક બુમ સંભળાઈ જે અમારા પ્રોફેસર સાહેબ ની હતી, “હેલો” દરેક વિધ્યાર્થીએ આંખો ઉપર કરી અને સર તરફ જોયું, પેલી છોકરી તેના પર્સ માં કંઈક શોધી રહી હતી “હેલો આઈ એમ ટોકીંગ વીથ યું” સરે ફરીથી બુમ મારી, દરેક જણની નજરો સર પર હતી, સિવાય કે પેલી છોકરીની જેને સર બોલાવતા હતા, તે હજુ પણ તેના પાકીટમાં કંઈક શોધી રહી હતી, અમે દરેક જાણતા હતા કે સર તે છોકરીને બોલાવતા હતા પણ તે છોકરીને કંઈક જાણ ન હતી, “વ્રજ પ્લીઝ કોલ હર” સરે વ્રજને પેલી છોકરીને બોલાવવા માટે કહ્યું અને વ્રજે તેની સામે એક ચપટી વગાડી, એકદમ જ તેનું ધ્યાન ચપટી તરફ દોરાયુ અને તેણે વ્રજની સામે જોયું, આંખોના ઈશારેજ તેણે વ્રજને પુછ્યું શું થયું, વ્રજે પણ તેના આંખોના સવાલનો જવાબ આંખોથી આપતા સર તરફ આંખો ફેરવી, તેની નજર ઊપર ઉઠી અને સરે કહ્યું “યસ યુ”, “વોટ સર” પેલી છોકરીએ એકદમ આજ્ઞાકીત બનીને પોતાની જગ્યા ઉપર ઉભા થઈને પુછ્યું ત્યારે સરે કહ્યું “ડુ યુ વોન્ટ ટુ બીકમ લક્ષમીબાઈ ઈન અવર ડ્રામા”, “યસ” કોઈ પણ જાતના બીજા વધારાના પ્રશ્ન વગર તેણે સરે આપેલી ઓફર સ્વીકારી લીધી, તો પછી તમારે તમારુ નામ અને ક્લાસ લખાવવા પડશે, આ રહ્યા તમારા ડાયલોગ “પ્લીઝ ટેક ધીસ”, માત્ર બેજ મિનિટમાં તેણે વાકચાતુર્ય થી ત્યાં બેઠેલા દરેક ને આશ્ચર્યચકિત કરી દીધા હતા, તેણે કોઈ પણ જાતના “ઈફ” અને “બટ” વગર ઓફર સ્વીકારી હતી.

થોડીજ મિનિટમાં એટલેકે ૯-૦૫ વાગ્યે એકદમ કોલેજનો રૂમ ધ્રુજવા લાગ્યો હતો અને દરેક બેંચ પણ હલવા લાગી હતી, અમે દરેક ગભરાઈ ગયા હતા અને જે કંઈ મળે તેને ફીટ પકડવા મથી રહ્યા હતા, કોઈપણ હલવાની હિંમત ન કરતું હતું, બે મિનિટ બાદ એ આંચકો વધું તીવ્ર બન્યો અને એટલામાં વ્રજના મુખમાંથી એક લાંબી ચીસ નીકળી હતી, અમને સમજતા વાર ન લાગી કે આ ભુકંપના આંચકા હતા, ચાર પાંચ મિનિટ બાદ બધુ શાંત થઈ ગયુ ત્યારે અમે બધા ભુકંપના આંચકામાંથી બહાર આવી ગયા હતા, અને અમે હજુ સ્વસ્થ થઈએ તે પહેલા આખા રૂમમાં હસ્યનું મોજુ ફરી વળ્યું હતું, હવે બધાને ખબર પડી હતીકે વ્રજે ચીસ કેમ પાડી હતી.

વાત એમ બની હતી કે ભુકંપના આંચકા આવવાની સાથેજ પેલી છોકરીએ વ્રજની હાથની પોંચી પોતાના બંને હાથ વડે ફીટ પકડી હતી, લાંબા નખ રાખવાની ફેશનના લીધે પેલી છોકરીએ પણ તેના નખ લાંબા રાખ્યા હતા જે હમણા વ્રજના હાથમાં ભોકાઈ રહ્યા હતા તેથીજ વ્રજે ચીસ પાડી હતી, ચાર મિનિટ બાદ પણ પેલી છોકરી વ્રજના હાથ છોડતી ન હતી અને તેની આંખો બંધ રાખીને વ્રજની બાજુમાં બેસી રહી હતી, જ્યારે તેણે બધાને હસતાં સાંભળ્યા ત્યારે તેણે પોતાની આંખો ખોલી બાજુમાં બેઠેલા વ્રજને જોયો, તેના હાથમાં પડેલા નખના નિશાન જોયા અને માથું નીચું કરીને શરમાઈને તે ઝડપથી રૂમની બહાર નીકળી ગઈ, વ્રજતો તેને જતી જોઈજ રહ્યો તેને રહી રહી ને થયા કરતું હતું કે એક પરી મનુષ્યનો સ્પર્શ પામી ને મેલી બની ગઈ.

રાતના ૧૨-૦૦ વાગ્યા હતા અને વ્રજ પોતાની યાદોમાંથી જરાવાર માટે પાછો આવ્યો અને ફરી પાછોતે સ્વપ્નપરીના યાદોમાં ખોવાઈ ગયો, પેલી છોકરી તેના દિમાગ ઉપરથી ખસતીજ ન હતી, સાચું કહું તો જેણે તેને જોઈ હતી તે દરેક છોકરો આખો દિવસ તેનાજ ખ્યાલમાં રહ્યો હશે, પછીના ત્રણ ચાર દિવસ તો પેલી છોકરી દેખાઈજ ન હતી, ૩૦ તારીખના નાટકમાં પણ તેનું પાત્ર કોઈ બીજી છોકરીને આપવું પડ્યું હતું, બધા માટે એ વાત કોઈ અજુગતી હતી, એક એવી છોકરી કે જેને કોઈએ પહેલા ક્યારેય જોઈ ન હતી અને તે દિવસ બાદ પણ તેના કોઈ સમાચાર મળી શકતા ન હતા, વ્રજની હવે એ લોકો એટલે કે મિત્રો પેલી ભુરી આંખવાળી છોકરીને લઈને ખુબજ મજાક ઉડાવતા હતા અને તેમાંથી ખુદ તેનુજ મિત્ર વર્તુળ બાકાત રહ્યું ન હતું

– નહેરુંએ “ડીસ્કવરી ઓફ ઈન્ડીયા” માં લખ્યું છે કે વિરાંગનાઓમાં ઝાંસીની રાણી તેમના પસંદીના પાત્ર હતા, પવન એકદમ આવી ને બોલ્યો.
– અમે બધા ત્યારે “એમ એસ યુનવર્સટી” ના “મેઈન બીલ્ડીંગ” ના ચોગાનમાં પોતપોતાના બાઈક ઉપર બેઠા હતા, પવન અને ચેરી સામે આવેલા “હેવમોર” માથી નાસ્તો લેવા ગયા હતા, અમે નાટકના સમાપ્ત થવા બદલ ખુશ હતા, ત્યારેજ પવન પાછળથી આવીને વ્રજને ઊદેશીને વાક્ય બોલ્યો હતો, પણ વ્રજ કંઈ એટલો નાદાન ન હતો કે તેને પવને મારેલી “સિક્શર” ની ખબર ન પડે, છતા એ ચુપ હતો.
– પણ બોસ એ વાઘણ હતી એકદમ ફટાકડો, પવન થોડી વાર રહીને ફરી પાછો બોલ્યો
– તું કોની વાત કરે છે? કિન્ની એ તેને પુછ્યું,

“બાઈ ધ વે” અમારા ગ્રુપમાં દરેકના શોર્ટ નામજ રાખ્યા હતા, જેમકે ચરિતા નું ચેરી, પવન નું પાવલો, કિન્નરી નું કિન્ની, દર્શન નું દર્શુ, ચિરાગ નું હીરો, અર્પિતા નું અપી, નુપુર નું “નુ” અને વ્રજ નું વી.વી.

– એતો પેલી જેણે વ્રજના બાવળામાં પંજો માર્યો હતોને તેની, પવન મુછમાં હસ્યો,

કેટલી નિર્દયી હતી એ દવા ના કરી તો કાંઈ નહી પણ “સોરી” તો બોલવું જોઈતુ જ હતુંને, હવે તો ચિરાગ પણ તેમની વાતોમાં સુર પુરાવવા લાગ્યો.

વાત વાતમાં જો ક્યારેક
એમની વાત નીકળે,
તો એમની એકજ વાતમાં
આખી રાત નીકળે.

– શાલી અતી પણ કેવી મસ્ત, દર્શને તેના અંદાઝમાં કહ્યું,
– ઓય તમે લોકોએ ક્યારેક છોકરી નથી જોઈ, અપીએ ચિડાઈને બોલી ઊઠી, ક્યારના તેના વખાણ કર્યા કરો છો, અમે પણ અહીંજ બેઠા છીએ.
– જોયુ ચેરી એટલેજ કહું છું પવનને બાંધીને રાખ પણ મારું માને કોણ? કિન્નીએ કહ્યું.
– પણ એક વાત તો હું પણ માનવા તૈયાર છું કે એના જેવી મે એક પણ છોકરી અત્યાર સુધી નથી જોઈ, તારુ શું કહેવું છે વ્રજ, આખરે ચેરી એ વ્રજને પુછ્યું.
– કોના વિશે?
– આ પંજા વાળી વિશે,
– ઠીક છે, ચાલી જાય, વ્રજે ધ્યાન આપવા વગર કહ્યું

પ્રણયની સૌથી પહેલી
કહાની થઈ ગઈ આંખો,
કે ભાષા થઈ ગઈ દ્રષ્ટી
ને વાણી થઈ ગઈ આંખો.

– મે જોયુતું, હું બાજુમાં જ હતો, તે કેવી આંખો આંખોમાં તેની સાથે વાતો કરતી હતી, પવને કહ્યું અને તે સાથેજ વ્રજનું હ્યદય એક ધબકારો ચુકી ગયું,
– એ તો એણે બેસવા માટે પુછ્યું હતું,
– આહાહાહા આખા કોલેજમાં એવી કઈ છોકરી છે કે જેની સાથે તે પહેલી મુલાકાતમાં વાત કરી હોય વ્રજ? ચેરીએ વાતનો દોર હાથમાં લેતા વ્રજને પુછ્યું,
– સાચું કહું તો મને પણ તે દેખાવડી લાગી હતી…
– હે , તમે બધા ચોકરાઓ સરખાજ હોવ છો, જ્યાં કોઈ સુંદર છોકરી જોઈ નથી અને શરૂ થઈ જાવ છો તેના વખાણ કરવામાં, કિન્નરીએ કહ્યું

લીધો એણે ચાંદો, લીધાં સહુ સિતારા,
લીધા સૌએ શમણા, લીધાં સૌ સબાબો,
લીધા એણે ઝરણા, લીધા સહુએ સાગર,
બનાવી તને ત્યારે પરવરદિગારે…

– વ્રજે પેલીના વખાણ કરવામાં કાંઈ બાકી ન રાખ્યું,
– આ તું બોલે છે વ્રજ? તું ક્યારથી સુધરી ગયો? ચેરીએ પુછ્યું,
– ચેરી તે એની આંખો જોઈ ન હતી જોઈ, તેના જેવી આંખ મે કોઈની જોઈ નથી “ઓકે”


(ક્રમશ)

“ચિંતન ટેલર”
૯/૧/૨૦૧૧

cherintan

cherintan_4

“પાંખ પર ડાઘ” (ભાગ-૪)

તેનું રેશમ જેવુ સોનેરી શરીર, લંબગોળાકાર ચહેરો, સીધું નાક, કંડારેલા તાંબા જેવા હોઠ, સહેજ કથ્થઈ પાણીદાર આંખો, કમળની પાંખડી જેવા નાજુક ખભા, પાતળી અને શરીરને ઓપે તેવી કમર, કસ્તુરી હરણની જેવી ખુશ્બું, દાળમની કળી જેવા દાત, તેની કાયા બેજોડ હતી, તંગ સ્નાયુઓનું અજીબ શિલ્પ ઈશ્વરે ઘડ્યું હતું, જાણે ભગવાને એકજ બેઠકમાં ખુબજ ફુરસદે તેને બનાવી હતી, અને આવી કોઈ છોકરી બેઠા બેઠા મળી જાય તો જીવન ધન્ય બની જાય, દીવો લઈને પણ શોધવા જાય તો પવનને આવી કોઈ છોકરી બીજે મળે તે અશક્ય હતું.

પવન પોતાના પિતા વલ્લભદાસજી જોડે હીરાના વેપારમાં “ગ્રેજ્યુએટ” થતાની સાથે લાગી ગયો હતો, વલ્લભદાસની સરૂઆતની જીંદગી આટલી સરળ ન હતી, તેમણે રાત દિવસ જાગતા રહી અથાગ પરિશ્રમ કરીને હીરાનું આ સામ્રાજ્ય બનાવ્યું હતું અને પવન પણ તેને વધુને વધુ ઊંચાઈ પર લઈ જઈ રહ્યો હતો.

“મોરના ઈંડાને ચિતરવા ના પડે” તેવુ વલ્લભદાસજી બધાને શાનથી કહેતા હતા, જોજોને એક દિવસ મારો પવન દુનિયા આખી પર રાજ કરશે, આખા દેશમાંથી જેટલા હીરાનું નિકાસ થાય છે તેમંથી ૮૦ ટકા હીરાતો વલ્લભદાસજીના કારખાનામાં પ્રોસેસ થઈને આવે છે અને તેમાંથી ૭૦ ટકા તો તેમની માલિકીના જ હોય છે, આટલી બધી સાહેબી હોવા છતાં વલ્લભદાસજી ખુબજ સાદુ જીવન જીવતા હતા અને તે ગુણ તેમની પત્ની અને પુત્ર પવનમાં પણ જોવા મળે છે. વલ્લભદાસ ખુદ પણ તેમની જળો સાથે મજબુત રીતે બંધાયેલા હતા, તેથી તે હવામાં ઉડતા નહી તે વાત કબુલવી બાકી રહી, આટલી બધી સફળતા બાદ માણસ નહી તેનો રૂપીયો બોલતો થઈ જાય છે, આવતી દિવાળીમાં પવન અને ચેરીના ધામધુમથી લગ્ન પણ લેવાના હતા તેની તારીખ કાઢવાનું કામ બાકી છે બાકી બંને પક્ષ તરફથી સંમતી મળી ચુકી છે કે આવતી દિવાળીમાં લગ્ન લઈ લેવાય, આ ત્રણ એકજ સોસાયટીમાં રહેતા હતા તેથી પાક્કી મિત્રતા હતી ચેરી, વ્રજ અને પવનની.

શનિવારની સવારે જ્યારે પવન આવ્યો હતો ત્યારે સવારના ૧૦-૦૦ વાગ્યા હતા બધા ખુબજ ફ્રેશ મુડમાં હતાં, પવન આ ઓફિસમાં રામકુમારને છોડીને લગભગ બધાને જાણતો.

શનિવારની રાત સુધી વ્રજ અને ચેરી એક બીજાને મળી શક્યા ન હતા પણ ચેરી દર એક કલાકે વ્રજની ખબર લેતી રહેતી હતી તેથીજ રાતના જ્યારે વ્રજ ખુબજ ઉદાસ લાગ્યો અને જમવાનું પણ જ્યારે તેણે ના કહી ત્યારે જ છંછેડાઈને ચેરીએ તેની સાથે સખત થઈને વાત કરી હતી અને તેનો પડઘો પણ જબ્બર પડ્યો હતો.

લગભગ ૨/૭/૨૦૦૫ ના રાત્રીના ૨-૦૦ વાગ્યા સુધી વ્રજ જાગતો જાગતો કંઈક વિચારી રહયો હતો અને ચેરી તે કંઈ કહે અને તેનુ દિલ હળવુ થાય તેના માટે વ્રજની સામે જોઈને બેસી રહી હતી ત્યાંજ અચાનક અનાયાસેજ વ્રજ ના મોઢામાંથી શબ્દો નીકળ્યા હતા.

– “આઈ લવ હર”
– શું કહ્યું તે? મને કંઈક પુછ્યું?

ખરેખર વ્રજ ભુલીજ ગયો હતો કે તે રૂમમાં તેના સિવાય ચેરી પણ બેઠી હતી, તેના સદનશીબે કે બદનશીબે ચેરી તેની વાત સાંભળી શકી ન હતી તેની વ્રજને ખબર ન હતી.

– મેં? મેં તો કશું કીધુ નથી!
– મને લાગ્યું કે તુ કાંઈ બોલ્યો!
– ભણકારા નથી વાગતાને, કે પછી પવન કંઈ પીવડાવી ગયો છે તને!
– એટલે? ચેરીએ બનાવટી ગુસ્સો કરી પુછ્યું,
– ત્રાહીમામ, ત્રાહીમામ દેવી રણચંડી,
– તથાસ્તું, બચ્ચા તારું કલ્યાણ હો તને જીવનની બધીજ ખુશીઓ મળે,
– બસ હવે નીચે ઊતરો દેવી,
– “વોટ ડુ યુ મીન”
– કાંઈ નહીં
– હા ભાઈ હવે કોઈ આપણને પોતાના ગણતા હોય તો ને…
– ચેરી તને ખબર છે કે હું તને,
– શું?
– ચેરી તું છેને…
– વ્રજ શું?
– ચેરી…
– વ્રજ…
– બસ હવે મને આરામ કરવાદે, મને હેરાન ના કરતી,
– તું ક્યારનો ઘુવડની જેમ બેઠો છે બાકી મને તો ક્યારનીય ઊંઘ આવે છે.
– તો ઊંઘી જાને, તને મેં ના થોડી પાડી છે?
– “ઓકે” પણ હવે મગજ થોડું ઠેકાણે આવ્યું કે નહી? ચેરીએ તેને મજાકમાં કહી દીધું.
– ચેરી તુ મને શું પાગલ સમજે છે?
– ના, તુ છેજ પાગલ, એક નહી હજાર વાર પાગલ,
– એટલે?
– એટલે એમકે તુ જે બોલ્યો તે વાક્ય તેને પહેલા કેમ કીધું નહીં,
– હું, હું કંઈ નથી બોલ્યો, હું શું બોલ્યો?
– એજ કે “આઈ લવ હર”
– હું, ના, ના, તારી કંઈ ભુલ થાય છે,
– બસ કર વ્રજ, મને તું આટલા દિવસ છેતરી શક્યો પણ હવે નહી છેતરી શકે,

ચેરીના મીજાજમાં અચાનક ફેરફાર થઈ ગયો હતો, અને તેની આંખોમાંથી અંગાર ઝરતા હતા, પણ છતા તે વ્રજ સાથે શાંતિથી વાતો કરતી હતી,

– તું, તું કોની વાત કરી રહી છે?
– વ્રજ હવે તુ મને વધારે નહી છેતરી શકે, માથા ઉપર હાથ પછાડતી ચેરી બોલી અરે હું પણ કેટલી મુરખ હતી કે તારી સાથેને સાથે રહી છતાં મને જરાક પણ ખબર ન પડી…

– હા, વ્રજ બોલ્યો,
– શું, હાં…
– કે તુ મુરખ છે, તુ કોની વાત કરે છે મને તો કાંઈ ખબર નથી પડતી, બિચારી કઈ છોકરીને બદનામ કરવા માટે તું મંદી છે, અને પ્રેમ, તે પણ મને? તને તો ખબરજ છે ને ચેરી કે હું પ્રેમમાં માનતો નથી,
– બદનામીની બીક લાગે છે વ્રજ? કેમ કાંઈ બોલતો નથી? મે તને કંઈ પુછ્યું?
– શું?
– બદનામીની બીક લાગે છે?
– તું પણ શું ચેરી રાતના ૨-૦૦ વાગ્યે કયી વાત લઈને બેસી ગઈ, ચાલ મને તો ખુબજ ઊંઘ આવે છે,
– એક મિનિટ વ્રજ, ચેરીની આંખમાં દર્દ હતું, તુ એમ કહેવા માંગે છે કે તું કોઈને પ્રેમ નથી કરતો, કોઈને પસંદ નથી કરતો?
– “ના”
– તદ્દન ખોટી વાત, સાવ જુઠ્ઠો છે તું, તુ મને ખોટી પાડે છે? મને? ચેરીની આંખોમાંથી ધીમે ધીમે આંસુની એક કોર ગાલ પર થઈને હોથોને સ્પર્શીને તેના હાથ પર પડી.
– તું મારો હાથ પકડીને, મારી આંખોમાં આંખ પરોવીને બોલ કે તુ એને પ્રેમ નથી કરતો.
– હાં, હું કોઈને પ્રેમ નથી કરતો,
– મારી આંખોમાં જો વ્રજ,
– શું છે?
– “મારા આંસુંના સમ ખાઈને બોલ કે તું તેને પસંદ નથી કરતો” ચેરીએ પોતાનાજ આંસુને હથેળી ઉપર લઈને વ્રજને કહ્યું,
– ચેરી “પ્લીઝ”
– કેમ શું થયું, આંખ કેમ ભીની થઈ ગઈ, હવે બદનામીની બીક નથી લાગતી?
– પુરુષ ગમે તેટલો ચાલાક હોય છે પણ અમુક પરિસ્થિતીમાં તેનું સ્ત્રી સામે દલીલ કરવું અર્થ વિનાનું હોય છે,
– મને બદનામીની બીક નથી,
– તો તું માને છે કે તને પ્રેમ છે,
– ના, ના!
– ના તો બોલીશજ નહી અને પહેલા મારી વાત પુરી સાંભળી લે, ચેરી હમણા વ્રજ કરતા નાની હોવા છતાં મોટી હોય તે રીતે વાત કરતી હતી,
– મારી માં, હવે મને કંઈ પુછતી નહીં, વ્રજ જાણે વાતને ટાળી દેવા માંગતો હતો, પણ ચેરી તો તેને છોડવાજ ન હોતી માંગતી,
– તું મને એક વાર હા કહીદે એટલે હું તને આરામ કરવા દઊ,
– જબરજસ્તી છે?
– હાં,
– તો સાંભળ કે હું કોઈને પણ…..
– એક મિનિટ વ્રજ,
– હવે શું છે પાછું તારે,
– બોલતા પહેલા એ જાણી લેજે કે આજ સુધી તે મને ખોટું નથી કહ્યું અને મારા ખ્યાલથી તુ એક નજીવી છોકરી માટે મારી સામે ખોટુ નહીજ બોલે તેની મને ખતરી છે અને તુ જે કહીશ તેને હું સાચુ માનીશ જ, ભલે તે પછી ખોટું કેમ ન હોય, ચાલ હવે આગળ બોલ.
– હું કોઈ પણ છોકરીને પ્રેમ નથી કરતો સિવાય એક,
– કોણ?
– તું જેના વિશે વિચારે છે તેજ,
– શું હું સાચી હતી?
– “હા”
– તો કેમ તે એને ના પાડી હતી જ્યારે તેણે સામેથી તને “પ્રપોઝ” કર્યું હતું?
– ચેરી, હમણા તારા માટે આટલુંજ જાણવું પુરતુ નથી જે મે તને કીધું?
– “હા”
– તો મને આગળ કોઈ પ્રશ્ન પુછતી નહીં
– તો સવારે પુછી શકું છું?
– “ના”
– તો ક્યારે?
– સમય આવ્યે કહીશ, અને તનેજ પહેલા કહીશ, પણ હમણા નહી, ચાલ હવે સુઈ જા,

ચેરીએ ઘડિયાળમાં જોયુ અને એ સાથેજ ૪-૦૦ વાગ્યેના ટકોરા પડ્યા…

– “ઓકે ગુડ નાઈટ” ના “સોરી ગુડ મોર્નીંગ”, પણ વ્રજે કોઈ જવાબ ન આપ્યો અને ક્યારે તેની ભીની આંખો ઊંધને શરણે જતી રહી તેની ખુદ તેને પણ ખબર ન પડી, ખરેખર તેના માટે ન તો “મોર્નીંગ ગુડ” હતી કે નહી “નાઈટ”

વહેલી સવારે ૬-૩૦ વાગ્યે જ્યારે ચેરીએ આંખ ખોલી ત્યારે વ્રજ ખુરશીમાંજ બેઠો બેઠો ઊંઘી રહ્યો હતો, આશરે ૧૫ થી ૨૦ મિનિટ સુધી ચેરી વ્રજને જોઈને ખુરશીમાં બેઠી હતી, આજે સવારથી પંખીઓના કલબલાટથી આકાશ આખું ચહેકી ઊઠ્યું હતું, ફુલોની ખુશ્બુથી ઉપવન જાણે મહેકી ઊઠ્યું હતું, ભીની ભીની હવા જાણે માદક વાતાવરણ પ્રસ્તુત કરતું હતું, ઝરમર ઝરમર વરસાદ હજુ પણ વરસી રહ્યો હતો, આમતો રવિવારની સવારની મજાજ કઈ જુદી હોય છે, રવિવાર એટલે રજાનો દિવસ પણ પાછલા ચાર દિવસથી જે સતત વરસાદ પડી રહ્યો હતો તેન કારણે સમાન્ય જનજીવન થંભી ગયુ હતું અને લોકોને દરરોજ નછુટકે રજા ભોગવવી પડતી હતી, અમુક વિસ્તારમાં તો લોકોના ઘરની અંદર પાણી આવી ગયા હતા, કોઈ જગ્યાએ પુરો “ગ્રાઉન્ડ ફ્લોર” પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, પુરા વડોદરા જીલ્લા ઉપરાંત આણંદ અને નળિયાદ જીલ્લામાં પણ વરસાદનો પ્રકોપ ત્રાટક્યો હતો, દિલ્લી થી મુંબઈની રેલ્વે સેવા પુરેપુરી ઠપ્પ થઈ ગઈ હતી, આણંદમાં ઉભી રહેલી સાબરમતી ટ્રેન ના ડબ્બામાં ગળા સુધીનું પાણી હતું, છેલ્લા વર્ષોમાં ક્યારે આવો વરસાદ પડ્યો હતો એ તો મારી ઉંમરના કોઈ પણ વ્યક્તિને ખબરજ નહી હોય, કેટલાક સેવાભાવી લોકો પુરના ભોગ બનેલા ઘરોમાં જઈને તેમને અનાજ, પાણી તથા દુધ જેવી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પુરી પાડતા હતાં, જ્યારે કેટલાક લોકોને તેમના ઘરેથી હોળીમાં બેસાડીને સુરક્ષીત જગ્યાએ ખસેડી લેવામાં આવ્ય હતાં.

લગભગ સવારના ૭-૦૦ વાગ્યા હશે અને બારીમાંથી સુરજનો ઝાંખો પ્રકાશ વ્રજના મુખ ઉપર પડ્યો અને તે જાગી ગયો.

– “ગુડ મોર્નીગ” ચેરીએ કહ્યું
– જય શ્રી કૃષ્ણ!
– જય શ્રી કૃષ્ણ! ચેરી એ કહ્યું
– ચેરી જોયું તે કેટલા દિવસ બાદ આજે સુરજ ઉગ્યો,
– તુ નજર ન લગાવીશ, નહીતો ફરી પાછો તે વાદળમાં સંતાઈ જશે
– સારી નજર કોઈ દિવસ ના લાગે સમજી

સવારથી રાબેતા મુજબ વિવિધભારતી પરથી કાર્યક્રમો ચાલુ થઈ ગયા હતા અને આજના દિવસની પ્રથમ શરૂઆત ખુદ કિર્તીબહેન વ્યાશે કરી,

આજે તારીખ ૩/૭/૨૦૦૫ રવિવાર સવારના ૭-૦૦ વાગ્યા છે, છેલ્લા ચાર દિવસથી શહેર જીલ્લામાં જે વરસાદ વરશી રહ્યો હતો તેન લીધે જે કંઈ નુકશાન થયું છે તે જોઈને દીલ દ્રવી ઉઠ્યું છે, પહેલા ભુકંપ, ગોધરાકાંડ અને હવે અતિવૃષ્તિ સામે પણ આપણે જજુમવુ પડશે અને મને વિશ્વાસ છે કે આવા કપરા સંજોગોનો પણ આપણે એક થઈ ને સામનો દરીશું જ.

મારા શહેરમાં પાણી હસવાની વાત નથી,
પાણી મારા ઘરમાં હસવાની વાત નથી,
આજવામાં પાણી, વિશ્વામિત્રીમાં પાણી,
ઘરમાં પણ પાણી, અને પાણીમાં ઘર,
પાણી મારી આંખોમાં, પાણી મારી રાતોમાં,
જ્યાં જુઓ ત્યાં, બસ પાણીજ પાણી,
ઊપર પાણી, નીચે પાણી,
ડાબે પાણી, જમણે પાણી,
આગળ પાણી, પાછળ પાણી,
ચારે તરફ બસ પાણીજ પાણી,
મારા હાથમાં પાણી, મારા માથામાં પાણી,
મારા સપનાંમાં પાણી, કંઈ હસવાની વાત નથી,
મારા શહેરમાં પાણી, કંઈ હસવાની વાત નથી,
મારા હ્યદયમાં પાણી, હસવાની વાત નથી,

શહેરમાં પાણી કે પાણીમાં શહેર…

“ચિંતન ટેલર”


(ક્રમશ)

“ચિંતન ટેલર”
૧૪/૧૧/૨૦૧૦

cherintan

cherintan_3

“પાંખ પર ડાઘ” (ભાગ-૩)


આધા હે ચંદ્રમાં રાત આધી,
રહના જાયે તેરી મેરી બાત આધી,
મુલાકાત આધી…

નવરંગ ફિલ્મના એ પ્રખ્યાત સુમધુર ગીતથી વ્રજે બુધવાર તારીખ ૨૯/૬/૨૦૦૫ ના રાતના ૧૦-૦૦ વાગ્યે આપકી ફરમાઈશ કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો તે પહેલાના વર્ષા ઋતુના વિવરણ દ્વારા તેણે દરેક રેડિયો શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા જે આ પ્રમાણે હતી…

વરસાદ પ્રેમીઓને બહેકાવે છે,
વરસાદ કવિઓને ચગાવે છે.

અષાઢના પ્રથમ દિવસે ઈન્ટરનેટ, ઈમેલના વર્તમાન યુગમાં પણ વાદળ દ્વારા સંદેશો મોકલવાની રીત કેવી રોમાંચક લાગે છે. મોરલાઓ હવે ગળું ખંખેરીને વન વગડાને ટહુકાઓથી ભરી દેવા સજ્જ છે, ગગનમાં ઉડતા ચાતકતો જાણે આજ દિવસની રાહ જોઈને રહેતા હોય, એક વરસાદનું ઝાપટું પડે અને ક્યાંક નાનકડું ખાબોચિયું ભરાય એટલે દેડકાભાઈ રાજી રાજી, આકાશની શોભા હવે પળે પળે પરિવર્તન ધારણ કરશે, તારલા અને ચંદ્રમાના માથે હવે વાદળની ધાક છે, ચોમાસાના અણસાર મળે અને કવિઓ કહેશે…

હેત કરવાની સખી આવી મોસમ,
તું ના આવેતો તને ચોમાસા ના સમ…

વરસાદતો આકાશે ધરતીને લખેલો લવલેટર છે, ધરતી રેઈનકોટ પહેરીને કદી વરસાદથી બચવાનું પસંદ કરતી નથી, એને મનતો તરબતર થવું એજ સાર્થકતા, ચોમાસાની આવી ઋતુમાં ઘરમાં બેસી રહેવું અકળાવી મુકે છે, કોઈની પ્રતિક્ષામાં ત્યારે કમાટીબાગ ની દિવાલ ઉપર બેસીને મકાઈના ડોડા ખાવા એ પણ લ્હાવો છે, સ્કુટર પાર્ક કરીને પ્રિયજન સાથે મકાઈનો ડોડો ખાવાની લિજ્જત ન માણી શકે એવો માણસ વૈકુંથમાં જઈને શું ઉકાળવાનો? મારુ ચાલેતો અષાઢના પ્રથમ દિવસને “વેલેન્ટાઈન ડે” જાહેર કરી દઉ, પ્રેમમાં ભીના થવાનું જેને નથી પરવડતું એ જગતનો સૌથી કંગાળ માણસ ગણાય, લેપટોપ વાપરનારો પ્રેમી લવલેટરની લિજ્જત કઈ રીતે માણી શકે? બંધ પરબીડિયામાંથી સરી પડતો નાનકડો કાગળ પ્રેમનું આખે આખું સામ્રાજ્ય લઈને આવે છે, એની ખબર ઈન્ટરનેટીયા લવરને ક્યાંથી હોય? ચોમાસાના ચતુરમાષ એટલે ભક્તિયોગ અને ભક્તિયોગ એટલે પ્રાર્થનાયોગ અને પ્રાર્થનાયોગ એટલે પ્રેમયોગ…

ઈશ્વર પ્રત્યેનો પ્રેમ એજ પ્રાર્થના છે,
પ્રિયજન પ્રત્યેની પ્રાર્થના પ્રેમ છે…

પહેલી ફરમાઈશની ગીતની વચ્ચેજ ચેરીએ તેને એક સમાચાર આપ્યા હતા, પહેલાતો વ્રજે તે વાત સાચીજ માની ન હતી પણ જ્યારે ચેરીના મોઢે તે વાત સાંભળવા મળી ત્યારે તે વાત ૧૦૦% સાચીજ હોય, બુધવારની રાતનો એ કાર્યક્રમ વ્રજે જેમ તેમ પુરો કર્યો હતો અને તેનુ મગજ તે સમયથી ચકરાવે ચઢી ગયેલુ હતું, પ્રોગ્રામ ૧૧-૦૦ વાગ્યે પુરો થયાની સાથેજ પોતાના રૂમમાં જતો રહ્યો હતો અચાનક બહારથી બારણું કોઈએ હલાવ્યું પણ વ્રજે તેને કોઈ જવાબ આપ્યો ન હતો, બહાર ઉભેલો પવન એટલો બધો ઉત્સાહિત હતો કે તેણે વ્રજના બોલાવવાની પણ રાહ જોઈ નહીં, જાણે કોઈ ભયાનક તોફાન અંદર દાખલ થયુ હતું.

– હાય વ્રજ કેમ છે, મજામા તો છે ને, કેમ આજે એકલો બેઠો છે, શું થયું? ચેરીના ન્યુઝ ક્યારના સમાપ્ત થઈ ગયા છતા તમે બંને ક્યારના અહીજ બેઠા છો, કેમ ઘરે નથી જવું?

અચાનક આવેલા વ્રજે પવનને જોઈને એક ધબકારો ચુકી ગયો હતો ત્યાંજ પવને બીજો ધડાકો કર્યો.

– અરે યાર તારી મમ્મીતો કહેતી હતી કે તુ સુરત ગયો છે, આ બધુ શું છે?

એમના બંનેની વાત ચાલતી હતી ત્યાંજ ચેરી તે રૂમમાં આવી અને તેની સ્થિતિ પણ વ્રજ જેવી થઈ ગઈ, પણ તે તક નો લાભ વ્રજે લઈ લીધો.

– આ તમારા મેડમ છે ને તેના કારણે અહી છું…
– તુ તો જાણે છે કે વરસાદને કારણે લગભગ શહેરના દરેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે, પવન.
– હા, તેનું શું છે?
– તો લોકોના “એન્ટરટેઈન્મેન્ટ” માટે વિવિધભારતી પોતાની સેવાઓ ચાલુ રાખી છે અને મારા વગર ચેરી ઘરની બહાર જઈ શકતી નથી તે તો તું જાણે જ છે ને!!!
– ઓહ, એમ…
– તેથી મેડમે તેના ઘરે કહ્યું છે કે વ્રજ મારી સાથે આવે છે અને મારી ઘરે કહેવડાવ્યું છે કે વ્રજ સુરત જાય છે, તું તો જાણે છે યાર કે પપ્પાને મિડીયા વાળા ની “એલર્જી” છે.
– “ઓકે” તો એમ વાત છે, તમારે મને તો જણાવવું જોઈએને, “બાય ધ વે” ચાલ ચેરી મને આજે રામકુમાર જોડે મળાવ.

બે ત્રણ મિનિટ માટે ચેરી અને વ્રજ શાંત થઈ ગયા.

– “શું થયું?” પવને પુછ્યું.
– રામકુમાર આલી મવાલીને નથી મળતા, વ્રજે કહ્યું…
– હું આલી મવાલી? અરે તારા રામકુમાર જેવા દસ મારી આગળ પાછળ ફરે છે,
– તો પછી તારે તેને મળવાની શું જરૂર?
– એ તો એમ ને કે છોકરો સારું બોલે છે અને કાર્યક્રમ પણ સારો આપે છે તો મને થયું કે થોડી શાબાશી આપી દઉં એટલે છોકરો ખુશ થાય,
– ઓ હો તો મીસ્ટર રામકુમારને મળવા આવ્યા છે, જોયું ચેરી તે જોયુંને તારી કેટલી કિંમત છે,

ચેરીતો વ્રજની વાક્યચાતુર્ય ઉપર આફરીન થઈ ઊઠી, તેને લાગતું હતું કે આજે વ્રજનો રામકુમાર હોવાનો ભાંડો ફુટીજ જશે પણ વ્રજે તેનો બચાવ ખુબજ ચતુરાઈથી કર્યો હતો અને તે એમ પણ સમજી ગઈ કે હવે બાજી સંભાળવાનો વારો તેનો છે.

– હા બધું બરાબર જોઈ રહી છું,
– ચેરી આ નારદમુની આપણી વચ્ચે તિરાડ પાડવા માંગે છે, તુ તેનો વિશ્વાસ ના કરતી,
– અચ્છા તો હું તારા પર ભરોસો કરું એમ,
– હા, પવને કહ્યું,
– આજ સુધી તે ક્યારેય મારી વાત માની છે કે હું તારો ભરોસો કરું
– ઓય, નારદમુની આને સમજાયને
– તમારી બંનેની વાતમાં પડવાનો મારો કોઈ અધિકાર નથી, વ્રજે કહ્યું,
– “પ્લીશ” “પ્લીશ” “પ્લીશ” “પ્લીશ” “પ્લીશ”
– “ઓકે” ચાલ ચેરી હવે પડદો પાડી દે,
– તો શું તમે બંને નાટક કરતા હતા? પવને પુછ્યું,
– હા, ચેરી બોલી,
– “એવરી ડોગ હેવ અ ડે” વ્રજ,
– “વી વીલ શી” વ્રજે કહ્યું અને બધા છુટા પડ્યા કારણકે રાતના ૧૧-૩૦ થયા હતા,

પવન જતો રહ્યો હતો અને ચરિતા તેને નીચે સુધી છોડીને પાછી આવી,

– હાશ બચી ગયાં, આજે મને તો થયું આપણે પકડાઈ જઈશું, પણ તે ગજબ બચાવ કર્યો, તેને તો શક પણ નહી ગયો હોય કે તું જ રામકુમાર છે,

ચેરી બોલતીજ હતી અને અચાનક તેની નજર વ્રજ ઉપર પડી, તેને લાગતું હતું કે વ્રજ તેની વાત સાંભળી રહ્યો હતો પણ વ્રજ તો જાણે ઊંડા ખ્યાલોમાં ખોવાઈ ગયો હતો, તે આરામ ખુરશી પર અઢેલીને બેઠો હતો, અને તેની આંખો ખુલ્લી હતી.

ચિત્રવિધિત્ર લાગે છતાં આ વાત તદ્દન સાચી છે, માણસ જ્યારે વેદનાની પરાકાષ્ઠાની સીમા વટાવી જાય પછી એક એવી પરિસ્થિતી આવે છે જ્યારે દર્દ વેદના નથી રહેતી વેદના છે કે નહિ તેનો ખ્યાલ નથી આવતો. માણસ, માણસ રહેતો નથી પણ જાણે તેનો આત્મા ઉભો હોય્ વ્રજ પણ તેવી જ રીતે બેઠો હતો. જાણે તેની આંખોમાંથી આંસુ કોઈ હુકમની રાહ જોઈને બેઠા હતા કે ક્યારે હુકમ થાય અને આંખોમાં ચોમાસુ ઉભરાય. બુધવારની રાત વ્રજે જાગીને પસાર કરી, અને ગુરૂવાર આખો દિવસ પ્રેક્ટીસમાં અને પ્રોગ્રમ તૈયાર કરવામાં નીકળી ગયો કારણકે બુધવારના સુંદર પર્ફોર્મન્સ બાદ તેનાથી ઓછો સારો પ્રોગ્રામ લોકો ચલાવી નજ લે, કહેવાયછે ને કે સફળતા મેળવવી સહેલી છે પણ તેને ટકાવી રાખવી એક કળા છે અને જો તે કળા ન આવડે તો મેળવેલી સફળતાની કોઈ કિંમત રહેતી નથી.

શુક્રવારે કોઈક કારણસર “બાયોસ્કોપ કી બાતે” કાર્યક્રમ વ્રજને સોપવામાં આવ્યો હતો, વાત એમ હતી કે “બાયોસ્કોપ કી બાતે કાર્યક્રમ જે શેખરભાઈ આપતા હતા તે બીમાર થઈ ગયા હતા તેથી છેલ્લી ઘડીએ તે કાર્યક્રમ વ્રજને સોપવામાં આવ્યો હતો, વ્રજે તો માત્ર લખી રાખેલા માત્ર ત્રણ ચાર ડાયલોગજ બોલવાના હતા બાકી બીજા ડાયલોગ ઓરીજીનલ ફિલ્મમાંથીજ લેવાના હતા, “બાયોસ્કોપ કી બાતે કાર્યક્રમમાં જે શ્રોતાઓએ સાંભળ્યું છે તેમને ખબર હશે કે એક આખી ફિલ્મના બનાવવામાં શરૂઆતથી લઈને અંત સુધી કયા કયા રસપ્રદ પ્રસંગો બન્યા હતા અને એ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલી હિટ ગઈ હતી તેની દરેક બાબતો જણાવવામાં આવે છે.

હું રામકુમાર આપ સૌ શ્રોતાજનનું સ્વાગત કરું છું, આપ સાંભળી રહ્યા છો “બાયોસ્કોપ કી બાતે” અને આજની ફિલ્મનું નામ છે ૧૯૭૫માં બનેલી અને શશીકપુર, અમિતાભ બચ્ચનની સુપરહીટ જોડીની દમદાર ફિલ્મ “દિવાર”, ઈસ ૧૯૭૫માં બીજી બે ફિલ્મો આવી હતી શોલે અને આંધી, પરંતુ આ ફિલ્મે ફિલ્મફેરના સૌથી વધુ એવોર્ડ મેળવ્યા હતા. “મૈ આજભી ફેંકે હુએ પૈસે નહી ઉઠાતા”, “ભાઈ તુમ સાઈન કરતે હો કી નહિ”, “મેરે પાસ માં હેં” અને “મેરા બાપ ચોર હેં” જેવા ડાયલોગ તે વર્ષે છોકરાઓના મોઢે રમતા હતાં, બીલ્લા નંબર “૭૮૬” અને ફિલ્મના અંતમાં ભજવેલો અમિતાભનો મંદિરવાળો સીન જે ડબિંગ કરવા વગર ઓરીજીનલજ ફિલ્મમાં એડ કરવામાં આવ્યો હતો, એ અદભુત હતું…

અમિતાબ બચ્ચને દિવાર અને શોલે એમ બે ફિલ્મમાં અદભુત કામ કર્યું હોવા છતા તે વર્ષનો ફિલ્મફેર એવોર્ડ બેસ્ટ હીરો માટે આંધીના સંજીવકુમારને મળ્યો હતો જે અકલ્પ્ય હતું અમિતાભના ચાહકો માટે અને ખુદ અમિતાભના માટે પણ, બેસ્ટ સપોર્ટીંગ એક્ટર તરીકે શશીકપુરને એવોર્ડ મળ્યો હતો, “દિવાર” માટે અમિતાભની છબીએ આ ફિલ્મમાં એન્ગ્રી યંગમેન તરીકે ચાર ચાંદ લગાવી દીધા હતાં. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ હીટ સાબિત થઈ હતી, અને શોલે કરતા વધુ વાહવાહી લુટી હતી…

લગભગ ૧-૦૦ કલાક જેટલા સમય ચાલેલો આ કાર્યક્રમ કરવાના વ્રજને ઓવરટાઈમ પેટે ૨૦૦૦ રૂપિયા વધારે ચુકવાયેલા હતા અને તેનો પ્રોગ્રામમાં તેણે લોકોને ઓતપ્રોત કરી દીધા હતા. તંત્રી શ્રીમતી કીર્તીબહેન વ્યાસ પણ વ્રજના કામથી ખુશ હતા, પ્રોગ્રામના ખતમ થતા સુધીમાં ૫૦૦ જેટલા ફોન વ્રજની વધામણી માટે હાજર હતા, માઈક હાથમાં આવતાજ શરમાળ વ્રજ જાણે “પ્રોફેસનલ્” બની જતો હતો, પછી તેને બીજા ઘણા પ્રોગ્રામ માટે “ઓફર” કરવામાં આવેલી પણ તેનું મુખ્ય ધ્યેય “એમ.બી.એ” કરવાનું હોવાથી તેણે તે “ઓફર” સ્વીકારી ન હતી, બસ તે તેના એક પ્રોગ્રામથી ખુશ હતો, શનિવારની સવારમાં ફરી પાછો પવન આવ્યો હતો અને એક કલાલ જેટલું બેસીને જતો રહ્યો હતો.

પવન એક ખાતાપીતા ઘરનો છોકરો હતો અને તેના ઘરમાં તેના પપ્પા, મમ્મી સિવાય તેની મોટી બહેન હતી જેને બે વર્ષ પહેલાજ “યુ.એસ.એ” માં પરણાવી દીધી હતી, પવનના પિતા વલ્લભદાસ અને ચેરીના ડેડું હીરેનભાઈ બાળપણના મિત્રો હતા અને ચેરી અને પવનનું બાળપણમાંજ સગપણ નક્કી કરી રાખેલું હતું, આમતો પવન તેની માતા માયાબહેન ઉપર ગયેલો હતો તેથી દેખાવે સુંદરતો હતોજ પણ બેઠા બેઠા ચેરી જેવી છોકરી મળી જાય એમાં નશીબનું હોવુ જરૂરી છે, જો લેલાને જોવી હોય તો મજનુની આંખોથી જોવી તેમ પવન કહેતો, અને ચેરીને જોવી હોય તો મારી આંખોથી જોવી.


(ક્રમશ)

“ચિંતન ટેલર”
૧૦/૧૦/૨૦૧૦

cherintan

cherintan_2

“પાંખ પર ડાઘ” (ભાગ-૨)

શનિવાર તારીખ ૨/૭/૨૦૦૫ ની રાતના ૧૧-૦૦ વાગ્યા હતા, આપકી ફરમાઈશ હવે પુરો થઈ ગયો હતો છતા વ્રજ વિચારોના વમળમાંથી બહાર નહતો આવ્યો, અચાનક ચરિતાએ તેના કાનમાં જોરદાર ચીસ પાડી અને વ્રજ ગભરાઈ ગયો હતો, ચરિતાએ તેને પૂછ્યું

– ઓ મિસ્ટર ક્યાં છો?
– દુખી હોવા છતા તેના સ્વભાવ મુજબ કહી દીધુ “બસ તારાજ ખયાલોમાં ચેરી”
– ચાલ ચાલ હવે બસ કર, બહું ઈશ્ક ઝાળવાનું રહેવાદે, નહી તો પવનને તારા નામની સોપારી આપી દઈશ,
– તે મને કીધું નહી કે પવન પાન પાણ ખાય છે?
– તું છે ને વ્રજ્, વાતોમાં તો તને કોઈજ જીતી નહી શકે વ્રજ,
– તો શું કામ ખોટી તકલીફ કરે છે? “યુ નો આઈ એમ ધ બેસ્ટ”
– ગલતફેમી,
– એ જે હોય તે પણ એકજ મહીનામાં આખું બરોડા માનવા લાગ્યું છે કે જે કહેતા તું ખચકાય છે “ધેટ આઈ એમ ધ બેસ્ટ”
– અરે એતો એટલા માટે કે “યુ આર માય ફ્રેન્ડ” બાકી તને કોણ જાણે!
– ગલતફેમી,
– હે ભગવાન તુ એને માફ કરજે, એ શું બોલી રહ્યો છે તેનુ તેને ભાન નથી,
– ભગવાન તારુ નહીં સાંભળે!
– કેમ, કેમ, વળી?
– ભગવાન પાપીઓની વાત નથી સાંભળ્તા,
– ઓકે, ઓકે, હવે હું હારી ગઈ બસ,
– “ધેટ બેટર”
– તમે પુરુષો કેમ સાતમાં આકાશમાં પગ રાખીને ચાલો છો મને તો એજ નથી સમજાતું!
– એ તો તારા પવનને કહેજે,
– મારો પવન એવો નથી,
– તો શું પવનને પાંખો છે?
– “વોટ ડુ યુ મીન?”
– “જસ્ટ જોકીંગ સોરી” યાર
– “ધેટ બેટર”
– તું મને કઈક કહેતી હતી?
– હા જો તુ ફ્રી થઈ ગયો હોયતો આપણે સાથે વાળું કરીને પછી આરામ કરીએ,
– તું જૂનાગઢ ગઈ હતી?
– તને કોણે કહ્યું?
– આ તું વાળુ બોલી તેના પરથી મે ધાર્યું,
– હાં મામાને ત્યાં ગઈ હતી, તેમના ઘરના વાસ્તું માટે,
– “ઓકે બાઈ ધ વે”, મને તો ભૂખ નથી, અને આ વરસાદમાં આરામ સિવાય કઈ કરવાનું રહેતુ પણ નથીજ,
– અરે એવુ હોય કઈ, વ્રજ છેલ્લા ત્રણ દિવસમાં તે ત્રણ વખત નથી ખાધું અને આમને આમ જીવીશ તો મરવાનો વારો આવશે!
– એ તો ૧૮ મી તારીખથી મારા ચાતુર્માસ ચાલુ થાય છે ને એટલે એક ટાઈમ ભુખ્યા રહેવાની આદત પાડું છું
– ચલ ચલ ખોટું તો બોલીશજ નહી, “પ્લીઝ”

વ્રજ તારા ચહેરા પરથી ભલે તુ ન બતાવતો હોય પણ છેલ્લા ત્રણ દિવસથી તારા મનમાં જે કાઈ ગડમથલ ચાલી રહી છે તેનાથી હું અજાણ નથી, મને લાગેછે કે તને કોઈને કોઈ વાત અંદરથી કોરી ખાય છે અને તુ દુઃખી હોય તેવુ લાગે છે. અને વ્રજે તરતજ ચહેરો ફેરવી લીધો અને જોર જોરથી હસવા લાગ્યો પણ ક્યારે હસતા હસતા બે આંસુ તેના ગાલ ઉપર ટપકી પડ્યા તેની ખુદ વ્રજને પણ ખબર ન રહી અને તેની ચોરી પકડાઈ ગઈ.

– મન મુકીને રડીલે વ્રજ, જોઈએ તો તું મને કંઈ કહેતો પણ નહીં પણ મારા માટે થોડુંક જમીલે, જો તું નહી જમે તો હું પણ નહીં જમું.

અને ચેરી એ કહેલા વાક્યે જાણે ચમત્કાર કર્યો હોય તેમ વ્રજ આજ્ઞાંકિત બાળકની જેમ શાંતિથી જમવા માટે બેસી ગયો.

વ્રજ અને ચેરીના કોલેજમાં તેમની દોસ્તીની કસમો ખવાતી, બન્ને હંમેશા સાથેજ જોવા મળતા, ભાગ્યેજ ચેરી વ્રજ વગર ફરવા નીકળતી હતી, પોતાના કુટુંબ સાથે જવાનું હોય ત્યારે પણ વ્રજને લઈનેજ ફરવા જતી હતી, કોલેજમાં આવ્યા બાદ જ્યારે ચેરીના પપ્પા હીરેનભાઈએ શિમલા જવાનો પ્લાન બનાવ્યો ત્યારે પણ ચેરીએ વ્રજને સાથે આવવા કહ્યું હતું, પરંતુ વ્રજે તેને કહેલુ કે ચેરી હવે આપણે મોટા થયા સમજું થયા અને તમે કુટુંબમાં ભેગા મળીને જતા હોય ત્યારે તેમા મારા જેવો પારકો આવેતો રંગમાં ભંગ પડેને, એ સાંભળીને ચેરી પાંચ મિનિટતો કાંઈજ ન બોલી અને જ્યારે બંને ચેરીના ઘેર પહોચ્યા કે તેણે પપ્પાને કહ્યું

– ડેડું, વ્રજ આપણને પારકા ગણે છે,
– “હેં” હીરેનભાઈ એ કહ્યું,
– વ્રજ તમને મમ્માને અને મને પારકા ગણે છે,
– કેમ વ્રજ શું થયું?
– કંઈ નહીં વ્રજે કહ્યું,
– કેમ કંઈ નહીં કોલેજમાં તો આટલુ મોટુ લેકચર આપ્યું હતું અને હવે ચુપ,
– તમે બન્ને કઈ સમજાય એમ બોલશો?
– બસ અંકલ કંઈ નહીં એ તો….
– શું એ તો અને કંઈ નહી,
– હું કહું છું ડેડું તમને આ વ્રજ્લાને આપણે પારકા લાગીએ છીએ એટલે તેણે આપણી સાથે શિમલા નથી આવવું,
– કોણ પારકું થઈ ગયું, કોની વાત કરો છો તમે બંન્ને, રસોડામાંથી નીકળતા પ્રજ્ઞાબહેને કહ્યું
– આ વ્રજની વાત કરીએ છીએ, ચેરીએ તેની મમ્માને કહ્યું,
– ના આન્ટી આ ચાપલી ઊંધું બોલે છે, મે એમ કહ્યું હતુંકે હું પારકો છું, નહી કે તમે પારકા છો,
– જોયુંને પપ્પા, સાંભળી લીધુંને તેનાજ મોઢેથી, મારે તારી પાસેજ બોલાવવું હતું વ્રજ એટલેજ મેં ઊંધી રીતે સીધી વાત કરી.
– જો બેટા વ્રજ, પ્રજ્ઞાબહેન જરા ગમગીન થયાં, મે ક્યારેય તારા અને મનનમાં જરાય ભેદ ગણ્યો નથી, અને જ્યારથી મનન આ સંસાર છોડીને ચાલ્યો ગયો ત્યારથી મેં અને તારા અંકલે તારામાંજ મનન ને જોયો છે, અમે જ્યારે તને જોઈએ છીએ ત્યારે અમને લાગે છે કે મારો મનન પાછો આવી ગયો છે, તારો તો અમારા ઉપર હક્ક છે, તારે જે કંઈ કહેવું હોયતે કહેજે પણ આજ પછી આવું ન કહેતો કે તું અમારા માટે પારકો છે, આજે મારો મનન હોતે તો…..

એટલું બોલતાની સાથેજ પ્રજ્ઞાબહેન ચોધાર આંસુએ રડી પડ્યાં અને સાથે સાથે ભાઈની યાદ આવી જતાં ચરિતા પણ રડવા લાગી.

માત્ર ચાર વર્ષનો હતો મનન ત્યારે કમળો થવાથી તેનું મૃત્યું થયું હતું ત્યારથી પ્રજ્ઞાબહેન ચીત્તભ્રમના દર્દી હતા અને વર્ષો બાદ આજે ફરી પાછો દોરો પડ્યો હોય એવું હીરેનભાઈને લાગ્યું પણ ના એ કંઈ ચીત્તભ્રમ ન હતો, એ તો પ્રજ્ઞાબહેનનું માતૃત્વ હતું જે વ્રજ પર રેલાઈ રહ્યું હતું, વાતાવરણની ગંભીરતા જોઈને હીરેનભાઈ વાતાવરણ હળવું કરવા ચેરીને કહ્યું,

– ચેરી જોતો સામે લાકડાના કબાટમાં ડાબી બાજુના ડ્રોવરના નીચેના ખાનામાં શું છે?

એકદમ અચરજ સાથે ચેરીએ પપ્પાએ બતાવેલી જગ્યાએ જોયું અને પાછા આવીને એક કવર વ્રજના હાથમાં મુક્યું, હવે આશ્ચર્ય પામવાનો વારો વ્રજનો હતો, તેણે હાથમાં રાખેલા કવરમાંથી ટીકીટો કાઢી અને વાંચી તેના ઉપર નામ હતું હીરેનભાઈ, પ્રજ્ઞાબહેન, ચરિતા અને વ્રજ.

ભલે તું અમને પોતાના ન ગણે પણ અમેતો તને પોતાનોજ ગણીએ છીએ, આ ટીકીટ તો મે અઠવાડિયા પહેલાની બુક કરાવી હતી, મને એમ હતું કે હું તમને સરપ્રાઈઝ આપીશ પણ ધાર્યું ધણીનું થાય, સાલ્લું આજ કાલના છોકરાઓતો બહું મોટા થઈ ગયા છે એવું બોલતા બોલતા હીરેનભાઈ પણ રડી પડ્યા, તે સમયે વ્રજ નીચુ મોઢુ રાખીને રડી રહોયો હતો અને તે એકજ શબ્દ બોલી શક્યો હતો કે “ક્યારે જવાનું છે?”

વ્રજ અને ચરિતા બાળપણના મિત્રો હતા, એકજ સોસાયટીમાં અને પાછું એકજ સ્કુલમાં હોવાથી મોટા ભાગે સમય સાથે ગાળતા હતાં, ચરિતાના પપ્પા “સી.એ.” હતા અને એમનુ મુળ વતન વેરાવળ હતું જ્યારે પ્રજ્ઞાબહેન ૧૦ ચોપડીજ ભણેલા હતા અને તેમનું પીયર જુનાગઢ હતું, તેઓને બે બાળકો હતા, એકતો મનન કે જેનુ અકાળે અવસાન થયું હતુ અને બીજી ચરિતા, ચરિતા ખુબજ લાળકોળથી ઉછરેલી હતી, તે પાણી માંગતી તો દુધ મળતું હતું, હીરેનભાઈની આર્થિક પરિસ્થિતી પણ સારી હોવાથી દીકરીને હાથ પર રાખતા, દીકરી કયા બાપને લાડકી ના હોય?, એમના માટે તો ચરિતા વ્હાલનો દરિયો હતી અને તેથીજ ચરિતા થોડી જીદ્દી પણ હતીજ, જો તેનું ધાર્યું કરવામાં ન આવે તો ઘરમાં કોઈને કોઈ કાચ ફુટતાં હતા, ગમેતે રીતે તે તેની જીદ્દ પુરી કરતી હતી, લગભગ એક વર્ષ પહેલા જ્યારે ચરિતાએ ઘરમાં કહ્યુંકે મને વિવિધભારતીમાં “ન્યુઝ રીડર” ની જોબ મળી છે ત્યારે પ્રજ્ઞાબહેનની લાખ ના હોવા છતા હીરેનભાઈએ તેને નોકરી કરવા દીધી હતી છતા હીરેનભાઈએ તેને પુછેલું ખરૂ કે આ જોબ તું શા માટે કરે છે, જો પૈસા માટે કરતી હોયતો હું તને આપીશ અને જો ટાઈમપાસ માટે હોય તો બીજી ઘણી વસ્તું છે જેમાંથી ટાઈમપાસ કરી શકાય, ત્યારે ચરિતાએ કહેલુંકે ડેડું હું મારી એક અલગ ઓળખાણ બનાવવા માંગું છું, મને મારા નામ પાછળ તમારા ટેકાની જરૂર નથી, હું પોતે પોતાના માત્ર નામથીજ ઓળખાવા માંગું છું, અને જો તમને એ પસંદ ન હોય તો હું આ જોબ નહીં કરું.

આખરે હીરેનભાઈએ તેને પરવાનગી આપી હતી, છેલ્લા એક વર્ષમાં તેણે નામના પણ ઘણી મેળવી હતી, “ન્યુઝ” ઉપરાંત તેના અનેક મોટી હસ્તી સાથેના “ઈન્ટરવ્યું” ઘણા લોકોને ગમતા હતા અને ચરિતા વિવિધભારતીનુ એક અભિન્ન અંગ બની ગઈ હતી અને જ્યારે આપકી ફરમાઈશ માટે ચેરીએ તંત્રી શ્રીમતિ કીર્તી બહેનને વ્રજ વિશે વાત કરી તો તેઓ પણ ના કહી શક્યા ન હતા, વ્રજની આપકી ફરમાઈશ માટે જોબ અપાવનાર ચેરીજ હતી અને તેને વ્રજમાંથી “રામકુમાર” બનાવનાર પણ તેજ હતી, પિતાજીની પરમીશન નથીજ મળવાની તેવું માનીને વ્રજે તેમને પુછવાનુંજ ટાળ્યું હતું અને તેથીજ તેને પોતાનું નામ બદલવું પડ્યું હતું, આ નવું નામ કરતા તેને પોતાનું નામ વધુ ગમતું હતું પરંતુ સંજોગો એવા ન હતાં કે જેમાં વ્રજ પોતાના નામે પ્રોગ્રામ આપી શકે!!!

કોલેજમાં ચરિતા હંમેશા વ્રજની બાઈક ઉપર તેની સાથેજ જતી હતી તેથી ઘણા લોકો તેમને પ્રેમી પંખીડા માનતા હતા, અને તેની જાણ તે બંનેને હતી, પણ દુનિયાની કોને પડી છે, દુનિયાને ક્યાં ખબરછે કે આ બંન્ને વચ્ચે એક પવિત્ર સંબંધ છે “મૈત્રી” નો, વ્રજ સાથે ગમે ત્યાં અને ગમે ત્યારે જવાની છુટ ચેરીને તેના ઘરમાંથી મળેલી હતી અને વિવિધભારતીના ઓફીશે ચરિતાને લાવવા લઈ જવાની જવાબદારી વ્રજની હતી, ૮-૦૦ થી ૧૦-૦૦ વ્રજ ગમે ત્યાં ફરતો પણ ૧૦-૦૦ વાગ્યે એટલે તેણે ચેરીને લેવા માટે હાજરી આપવી પડતી હતી, ૧૦-૦૦ વાગ્યા પછી પણ તેઓ કેટલીક વાર બાહર કોઈક રેસ્ટોરન્ટમાં જતા અને ક્યારેક કમાટીબાગમાં પણ જતા હતાં, ક્યારેકતો ૧૦-૦૦ થી ૧-૦૦ ના ફિલમ શોમાં “આઈનોક્ષ” માં પણ જતાં હતાં, આમ વ્રજ અને ચેરી બંન્ને રાતના ૧૧-૦૦ વાગ્યા પહેલા ઘરમાં પણ ભાગ્યેજ પગ મુકતા હતાં, વ્રજ “એમ.બી.એ.” ના છઠ્ઠા સેમીસ્ટરમાં જવા પહેલા જ એક ૧૫,૦૦૦ રૂપીયાની જોબ માટે તેને ઓફર આવી ગઈ હતી, કે જે છેલ્લા સેમીસ્ટર પછી ચાલુ થવાની હતી, આપકી ફરમાઈશમાં સંચાલક તરીકે મહીનાના તેને ૫,૦૦૦ રૂપિયા મળવાના હતાં વળી તે પાર્ટટાઈમ જોબ જેવીજ હતી, બાકી બીજુ તો તેની આવળત પર આધાર હતો, આ જોબને કારણે વ્રજ ચેરી સાથે ૮-૦૦ વાગેનો વિવિધભારતીના ઓફીશે જતો હતો અને ૧૧-૦૦ વાગ્યે કામ પતાવીને બન્ને ઘેર આવી જતા હતા વળી આ પ્રોગ્રામ અઠવાડિયાના ત્રણ દિવસજ હતો તેથી કોઈ તકલીફનો પ્રશ્નજ ન હતો, વ્રજના પિતાને કે માતાને ખબર પડે તેવું કંઈ હતુજ નથી પણ તેને ડર રહ્યા કરતો હતો કે ક્યારેક મારાજ કોઈ મિત્ર વડે પિતાજીને ખબર પડી જશે ત્યારે શું? અને તેથીજ વ્રજે આ વાત તેના કોઈ મિત્રને પણ કહી ન હતી, માત્ર વિવિધભારતીના કાર્યકર, ચેરી અને ખુદ વ્રજ જાણતા હતાકે તે એજ “રામકુમાર” છે કે જેનું અડધું વડોદરા દીવાનું છે.

૨/૭/૨૦૦૫ શનિવારા રાતના ૧૨-૦૦ વાગ્યા હતા, વરસાદ હજુ પણ રોકાવાનું નામ લેતો ન હતો, વ્રજ અને ચેરી હમણાજ જમીને બેઠા હતા, બેટરીના સેલ ડીમ હોવાથી બંધ કરી દીધી હતી, લાઈટ અડધા કલાક પહેલા ગઈ હતી અને જનરેટર માં ડીઝલ ન હોવાથી ચાલુ ન હતું, આમેય છેલ્લા ત્રણ દિવસથી જનરેટર સતત ચાલતું હતું, ચારેય બાજું અંધકાર અને નીરવ શાંતિ હતી, અચાનક એક વીજળી ચમકી અને તેના પ્રકાશમાં ચરિતાએ વ્રજની આંખોમાંથી આંશું ટપકતા જોયા…..


(ક્રમશ)

“ચિંતન ટેલર”
૨૬/૯/૨૦૧૦

cherintan

cherintan_1

“પાંખ પર ડાઘ” (ભાગ-૧)


જિંદગી ભર નહીં ભૂલેગી,
બો વરસાત કી રાત.
એક અન્જાન હસીના સે,
મુલાકાત કી રાત…..

૨/૭/૨૦૦૫ સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો હતો અને વ્રજ વિદ્યાર્થી વિવિધ
ભારતી પરથી આપકી ફરમાઈશ કાર્યક્રમનું સંચાલન કરી રહ્યો હતો અને આ ગીતની
ફરમાઈશ આવતાની સાથેજ તે વિચારોના વમળમાં ખોવાઈ ગયો હતો, સતત ત્રણ દિવસથી
વરસતા વરસાદ જાણે તેની સાથે સાથે વિરહના આંસુ સારી રહ્યો હોય તેવુ તેને
અંતરથી લાગી રહ્યુ હતું, વ્રજ વિદ્યાર્થી આમતો ખુબજ હસમુખો અને બીજાની
સાથે જલ્દીથી ભળી જાય તેવો હતો, દુઃખ તો જાણે તેનાથી ચાર કદમ દુર ભાગતુ
હોય તેવુ લાગતુ હતુ અને જો કોઈ દુઃખ હોય તો તેને સહન કરવાની શક્તિ તે
રાખતો હતો, પણ બીજાને પોતાનુ દુઃખ કહેવુ તેને અપમાન જેવુ લાગતુ હતું.

વ્રજ વિદ્યાર્થી તેના પિતા મહિપતરાય અને માતા ચારૂલતા બહેનનો એકનો એક
પુત્ર ખુબજ લાડકોળથી ઉછરેલો, મહિપતરાય છેલ્લા ૨૫ વર્ષથી શિક્ષકની નોકરી
સરકારી શાળામાં કરતા અને એ તો કહેવાયજ છે ને કે સરસ્વતી અને લક્ષ્મી
ભાગ્યેજ કોઈના નશીબમાં સાથે જોવા મળે, ૧૯૭૫ માં અમદાવાદ છોડીને મહિપતરાય
વડોદરામાં કાયમી વસવાટ માટે તેમની ભાર્યા ચારૂલતા સાથે આવ્યા ત્યારે તેમને
પણ ક્યાં ખબર હતી કે વડોદરા તેમની હંમેશ માટેની કર્મભુમિ બની જશે.

મહિપતરાય આમતો મુળ સુરતનાં અને ચારૂલતા બહેન મોડાસાના, ૩૫ વર્ષ પહેલા બન્ને
લગ્ન ગ્રંથીએ જોડયા બાદ ૧૦ વર્ષ સુધી એમને ત્યાં કોઈ ખોળાનો ખુંદનાર આવ્યો
ન હતો, શ્રીનાથજીમાં અપાર શ્રધ્ધા રાખનારા ચારૂલતા બહેન અને મહિપતરાય એક
વાર જ્યારે વ્રજની પરિક્રમા કરવા ગયા ત્યાં તેમણે માનતા માની હતી કે જો
મારે ત્યાં પુત્ર થાય તો તેનું નામ વ્રજ રાખીશ અને પુત્રી થાયતો ગોપી, અને
ત્યાર બાદ એકજ વર્ષમાં એમને ત્યાં વ્રજનો જન્મ થયો હતો, વ્રજને તેઓ ક્યારેય
દુઃખી જોઈ શકતા ન હતા, આજે વ્રજ ૨૪ વર્ષનો હતો અને તે ખુબજ ઉત્સાહી,
મહત્વકાંક્ષી અને આશાવાદી યુવાન હતો, પણ આજે તેમના ચહેરા પર ઉદાસીનતા
દેખાતી હતી.

૫.૯” ઈચની ઊંચાઈ ધરાવતો એક સરખો પાતળો બાંધો, ગોળ ચહેરો,
સુંદર રેશ્મી કાળા વાળ, ગુલાબની પાંખડી જેવા હોઠ, હરણની આંખો જેવી આંખો,
ગીરના જંગલમાં ફરતા સાવજ જેવી છાતી અને રંગ ઘઊંવર્ણ એજ વ્રજ વિદ્યાર્થી ની
ઓળખાણ, ખાસ કરીને તેના વાળની લટો કોલેજની દરેક યુવતીને દિવાની કરી દેવા
માટે પુરતી હતી, અને દરેક યુવતી તેની મિત્ર બનવા માટે આતુર હતી, અને વ્રજ
પણ દરેક સાથે સરળ રીતે વાતો કરતો હતો પણ તેના ખાસ મિત્રમાં ખાલી ૮ જણા
હતા.

ચરિતા પટેલ, પવન કાપડીયા, ચિરાગ પટેલ, અર્પિતા રાવલ, કિન્નરી શર્મા, દર્શન
ઉપાધ્યાય, નુપુર જોષી અને માન્વી જોષી, આમાથી ચરિતા, ચિરાગ, પવન અને
અર્પિતાને તે શાળાના સમય થીજ જાણતો હતો, જ્યારે બાકીના બધાની મુલાકાત
કોલેજમાં વખતો વખત થઈ હતી, આમતો અમારુ આ ગ્રુપ હંમેશા કોલેજમાં ચર્ચાતુ
હતું કારણકે અમારામાંથી દરેક કોલેજમાં કોઈને કોઈ રીતે આગળ હતું જેમા ભણતર
ઉપરાંત રમત ગમત, સંગીત અને નાટકનો સમાવેશ થતો હતો, માન્વી અને વ્રજ
કોલેજમાં ભણવામાં હંમેશા આગળ રહેતા, જ્યારે ચિરાગ, પવન રમત ગમતમાં અને
ચરિતા સ્ટેજશોમાં નંબર વન હતી, જ્યારે અર્પિતા અને દર્શન સારા ગાયક હતા
અને કિન્નરી તબલા વગાડવામાં નેશનલ લેવલ ઉપર નંબર વન લાવેલી હતી, જ્યારે
નુપુર ને ભારતનાટ્યમ સારી રીતે આવડતુ હતું.

માન્વી અને વ્રજ હંમેશા ૭૮ થી ૮૦ ની વચ્ચે ટકા લાવતા હતા જ્યારે બાકીના દરેક
૬૦ થી ૬૫ ની વચ્ચે રહેતા હતા, આમ જોવા જઈએ તો વ્રજને પણ ડાયરી લખવાનો શોખ હતો, અને ક્યારેક માન્વી પણ ડાયરી લખતી હતી, પણ તેના વિશે બીજા કોઈને ખબર હતી નહિ.

અમે ભણવામાં જેટલા આગળ હતા એટલાજ લોકોને હેરાન કરવામાં અને મસ્તી કરવામાં
પણ આગળ હતા, અમારા ચહેરા જોઈને ભલભલા થાપ ખાઈ જાય પણ અમે જેટલા શાંત
દેખાઈએ એટલા શાંત હતા નહિં, મને લાગે છે કે ક્યાંકને ક્યાંક અમારામાંના
દરેકઆં એક બાળક હજુ પણ રહેલુ છે, જે અમને મસ્તી કરવામાં ઉશ્કેરી રહ્યું
છે.

હજૂ મહિના પહેલાજ વ્રજને વિવિધભારતી તરફથી આપકી ફરમાઈશ માટે એંકરનું બે
કલાકનું પાર્ટ ટાઈમ જોબ મળી હતી અને સાથે તેનો એમ.બી.એ. નો અભ્યાસ તો ખરોજ,
આજની જુવાન પેઢી જે રીતે વિચારે તે રીતે વ્રજ પણ વિચારતો હતો એટલેજ તેણે
ભણવાના પોતાના ખર્ચને પહોચી વળવા માટે આ પાર્ટ ટાઈમ જોબ સ્વીકારી હતી, પણ
તેના પિતા શ્રી મહિપતરાયને નાટક અને ફિલ્મી દુનિયા પ્રત્યે નફરત હોવાથી
તેમની લાગણી ન દુભય તેના લીધે પોતાની આ પાર્ટ ટાઈમ જોબ વિશે ઘરમાં કોઈને
કીધુ ન હતું, અરે ઘરમાંતો શું બહાર પણ કોઈને કીધુ ન હતું.

અઠવાડિયાના ત્રણ દિવસ એટલેકે સોમ, બુધ અને શનિવારે રાતના ૧૦.૦૦ વાગ્યે
આવતો આ પ્રોગ્રામ લોકોમાં ખુબ ચાહના મેળવી ચુક્યો હતો, પણ આ બધીજ નામના
તેને રામના નામથી મળતી હતી, લોકો રામકુમારને ઓળખતા હતા વ્રજ વિદ્યાર્થીને
નહિં, તેનુ એક કારણતો તેના પિતાજીનો અણગમો અને બીજુ કારણ તેનું નામ જરા
જુનવાણી હતું, આ પ્રોગ્રામ માટે તેને કોઈ નવુ અને સરળ નામ આપવુ જરૂરી હતું
જે ચાહકોના હોઠો પર સદા રમતુ રહે.

વ્રજ દરેકનું દુઃખ વહેચી લેતો હતો પણ પોતાના દુઃખની જાણ કોઈને પણ કહેતો ન
હતો, વ્રજના દિલમાં લાખો રહસ્યો છુપાયેલા રહેલા છે એ તો તેનો મિત્રવર્ગ પણ
જાણતો ન હતો, તેથીજ તેના રામકુમાર હોવાનું રહસ્ય તેના કોલેજ મિત્રોને પણ
ખબર ન હતી, અને જે વાતને વ્રજ કોઈને જણાવવા માંગતો ન હોય તે વાત જાણવી એ
તેના મિત્રો માટે પણ મુશ્કેલજ નહિ પણ અશક્ય હતું.

વ્રજનું બાળપણ અહીં વડોદરામાં જ ગયુ હતું, તેણે શાળાનું ભણતર ગુજરાતી
માધ્યમની શાળામાંથી મેળવ્યુ હતું કે જે સમા વિસ્તારમાં આવેલી છે, તેની
શાળા તેના ઘરથી માત્ર ૩ કિલોમીટર ના અંતરે આવેલી હતી, અને તેની સાથેજ
ચરિતા, ચિરાગ, પવન અને અર્પિતા અભ્યાસ કરતા હતા પરંતુ તેમની દોસ્તી બીજા
ધોરણથી શરૂ થઈ તે આજ શુધી અકબંધ છે, ધોરણ ૧૦ બાદ સારા ટકા આવ્યા હોવા છતા
પોતાનું ધ્યેય એમ.બી.એ. બનવાનું હોવાથી વ્રજે કોમર્સ લાઈન લીધી હતી જ્યારે બીજા ચાર જણે તો ના છુટકે કોમર્શ લેવુ પડે તેવા ગુણ આવ્યા હતા, આમ આ પાંચેયની જોડી ૧૨ પાસ કરીને એમ.એસ.યુનિવર્સિટીની મેન બીલ્ડીંગમાં એડમિશન મેળવ્યું.

વ્રજ પ્યોર બરોડીયન હોવાને લીધે વડોદરાના દરેક નાના મોટા રસ્તાઓથી પરિચીત
હતોજ અને કોલેજ કાળમાં તે પોતાની બાઈક ઉપર લગભગ આખા શહેરના બધાજ રસ્તાઓ
ખુદી વળ્યો હતો, અલ્કાપુરી હોય કે વાડી, કાલાઘોડા હોય કે ફતેહગંજ,
સયાજીગંજ હોય કે નિઝામપુરા, રાવપુરા હોય કે રજમહેલ રોડ, કોથી હોય કે
માંજલપુર, કમાટીબાગ, જેતલપુર રોડ, આજવા, છાણી જકાતનાકા કે પછી શીંદરોડ
દરેક રસ્તે વ્રજ પોતાની બાઈક લઈને ફરી ચુકેલો હતો.

વ્રજ આટલો બધો તેના ચાહકોની વચ્ચે રહેતો હોવા છાતાં પણ તેના ચાહકો તેને ઓળખી શકતા ન હતાં, તેને મહીનામાં લગભગ ૧૫,૦૦૦ જેટલા પત્રો તેના ચાહકો તરફથી વિવિધભારતીના સરનામે મળતા હતાં, અને હવેતો વિવિધભારતીના તંત્રી શ્રીમતિ કીર્તી બહેન વ્યાશ પણ ખુબજ ઉત્સાહિત હતાં કે તેમનો આ નવો કાર્યક્રમ સફળ થયો અને તેમને
આનંદ એ વાતનો વધારે હતો કે ચાહકો દ્વારા જે જે ગીતોની ફરમાઈશ કરવામાં આવતી
તે ગીત તેઓ સંભળાવી શકતા હતા.

ખુદ વ્રજનો પોતાનો મિત્ર વર્ગ તેના પ્રોગ્રામથી ખુશ હતો પણ તેમને ખબ ન હતી
કે જે અવાજ અને અદાના તેઓ એટલા દીવાના છે તે અવાજ બીજા કોઈનો નહી પણ અમારા વ્રજનો જ છે અને તેમાં પણ માન્વીતો રામકુમારની એટલી બધી દિવાની હતી કે દર અઠવાડિએ એક પત્ર વિવિધભારતીના સરનામે રામકુમારને મોકલતી.

– રામનો અવાજ કેટલો સરસ છે!
– રામ કેવો દેખાતો હશે?
– રામના અવાજ જેવોજ તેનો ચહેરો હશે?
– રામ શું જુવાન હશે?
– રામ ક્યાં રહે છે?
– રામના લગ્ન થયા હશે કે નહીં?

આવા અનેક પ્રશ્નો તે કરતી હતી, આખો દિવશ માત્ર રામ, રામ અને રામજ, હવે તો અમે લોકો પણ તેને “રામ દિવાની” કહીને બોલાવતા થઈ ગયા હતા પરંતુ માને તે માન્વી સાની.

છેલ્લા ત્રણ દિવસમાં વ્રજ હજારો મોત મરી ચુકેલો હતો અને વરસાદ પણ
રોકાવાનું નામ લેતો ન હતો વળી વિવિધભારતીની ઓફીશ નીચાણ વાળા વિસ્તારમાં
હોવાને લીધે થોડો વરસાદ પડવાને લીધે જ પાણી ભરાઈ જતા હતા, બુધવારથીજ વ્રજ
ઘણા બધા વિચારોમાં ઘેરાયેલો હતો, પોતાનું કાર્ય પણ તે બરાબર કરી શક્તો ન
હતો, જાણે વ્રજ ક્યાંક ખોવાઈ ગયો હતો, ત્રણ દિવસમાં મેઘરાજાની સવારી
પુરજોશમાં છવાયેલી રહેવાથી વિવિધ ભરતીની ઓફીશના છેલ્લા પગથીયા સુધી પાણી
ભરાઈ ગયુ હતું, આવા હાલ માત્ર વિવિધભારતીની ઓફીશના જ ન હતા પણ આસપાસના
દરેક વિસ્તારના હતા, આ વિસ્તારના લગભગ દરેક ઘરમાં પાણી ભરાયેલુ હતું વળી
જ્યારે વિશ્વામિત્રી નદીનું પાણી પુલની ઉપરથી પસાર થતુ હોય ત્યારે ૮૫% ટકા
વડોદરા પાણી માં હોય એ વાત સ્વભાવિક છે, સરકારે હાઈ એલર્ટ જાહેર કરીને
નીચાણવાળા વિસ્તારમાં રહેતા કુટુંબોને સુરક્ષીત જગ્યા ઉપર ખસેડી દિધા હતા.

પરંતુ આવા કપરા સમયે જ્યારે લોકોને માનસીક મનોરંજન જરૂરી હોય છે ત્યારે
વ્રજ રેડીયો ઉપરથી સૌનું દિલ બહેલાવતો હતો અને તેના કારણે તે ઘરમાંથી
જુઠ્ઠુ બોલીને નીકળ્યો હતો કે મિત્રને ત્યાં સુરત જાય છે, વ્રજનું ઘર
શહેરના આખરી ભાગમાં આવેલ હતુ કે જ્યાં પાણી કોઈ પણ જગ્યાથી આવવાના ચાન્સ
નહીવત હતાં, તેથીજ મહિપતરાયે પુત્રને સુરત જવાની પરવાનગી આપી દીધી હતી.

વિવિધભારતીની ઓફીશ ઉપરથી વ્રજ દર રોજ ફોન કરીને ઘરે બધાના ખબર પુછી લેતો
હતો, હવેતો એવી હાલત થઈ ગઈ હતી કે જો વ્રજ ઈચ્છેતો પણ પોતાને ઘરે જઈ શકે
તેમ ન હતુ કારણકે ગળા સુધીનું પાણી હોવાને લીધે બહાર જવુ શક્યજ ન હતું, જમવાનું પણ હોડીઓમાં પહોચાડવામાં આવતુ હતું કે જેની અરેંજમેન્ટ શ્રીમતિ કીર્તી બહેને કરી હતી, તેઓ પોતે પણ ત્યાંજ હાજર હતા અને બીજા ૨૦ જેટલા કાર્યકરોની સાથે કુલ ૨૫ વ્યક્તિઓ ત્યાં હતા, પાણી હોવાને લીધે કોઈપણ વ્યક્તિ બહાર જઈ શકતો ન હતો. ત્યાંજ વ્રજના મોઢામાથી અનાયાસેજ કવિ શ્રી રમેશ પારેખની રચના ગવાઈ ગઈ…..

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે

ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે

નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે

ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે

પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે

બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે

થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,
કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.

શ્રી રમેશ પારેખ

અને તેની આંખોમાથી આંશુની ધાર વહી રહી…..

(ક્રમશ)

“ચિંતન ટેલર”
૩૦/૮/૨૦૧૦

cherintan

Blog Stats

  • 1,417 hits
ડિસેમ્બર 2018
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« મે    
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

“પાંખ પર ડાઘ”

Advertisements